બીલીમોરામાં ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતા ગુમ
નવસારી: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે તેમાં પણ નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂ્ક્યો છે જેથી અહીં રોડ અને રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદી માહોલ વચ્ચે અહીં તંત્ર ઘોર નિંદ્રામાં છે અને ગટરો ખુલ્લી મૂકી દેવામાં આવી છે. ત્યારે બીલીમોરા શહેરમાં છ વર્ષની બાળકી ગટરમાં ગરકાવ થવાની ઘટના સામે આવી છે. જેને બચાવવા માટે બીલીમોરા નગરપાલિકાની ફાયર ટીમે અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.
ચોમાસા પહેલા જ બીલીમાોરામાં ગટર અને નાળાઓ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. જેનો ભોગ એક છ વર્ષની બાળકી બની છે. બીલીમોરામાં જીવનજ્યોત એપાર્ટમેન્ટની પાછળના સરાલાઈન વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં એક છ વર્ષની બાળકી ગટરમાં ગરકાવ થઇ ગઈ હતી. જોકે 20 કલાક બાદ પણ આ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી. હાલમાં ફાયરની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ રહી છે. 18 કલાકથી વધુનો સમય વિતવા છતાં બાળકીની કોઈ પત્ લાગ્યો નથી.
નવસારી: બીલીમોરામાં ખુલ્લી ગટરમાં ચાર વર્ષની બાળકી પડી જતા થઈ ગુમ
20 કલાક વિત્યા બાદ પણ નથી મળી બાળકીની કોઈ ભાળ#Navsari #Bilimora #BabyGirl #OpenSewer #Gujarat #GujaratNews #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/w68u7C3BN0— NewsCapital Gujarat (@NewsCapitalGJ) June 29, 2024
તમને જણાવી દઇએ કે, ગઈકાલે બપોરે 2 વાગ્યાની આસપાસ આ બાળકી ગટરમાં ગરકાવ થઇ ગઈ હતી. જે બાદ તંત્રને જાણ કરાઈ હતી. જે બાદ પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ 20 કલાક વીતી ગયા બાદ પણ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી.