December 22, 2024

ભગવાન રામના દર્શન પહેલા પાર કરવા પડશે 6 દ્વાર

સમગ્ર ભારત જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. એવા ભગવાન રામ અંતે આવી ગયા છે. આજે સમગ્ર દેશ રામ નામના સમુદ્રમાં લઈ થઈ ગયા છે. દેશ વિદેશના અનેક મહેમાનોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સંપન કરી છે. ત્યારે શ્રીરામજન્મભૂમિ તીર્થેના ભવન નિર્માણ સમિતીએ અયોધ્યામાં દર્શન કરવાને લઈને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

રામલલાના દર્શન માટે 6 દ્વાર
આજે ભગવાના રામ અયોધ્યામાં 500 વર્ષના વનવાસ બાદ પાછા આવ્યા છે. ત્યારે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા તો આજે બધાના મનમાં થઈ ગઈ હશે. આ દર્શન પર તમારા માટે સરળ નહીં હોય. જો તમે ભગવાન રામને મળવા જવાની ઈચ્છા રાખતા હો તો તમારે 800 મીટરની પરિક્રમા કરવી પડશે. બ્લુપ્રિંટ અનુસાર ગૂંઢી મંડળથી રામલલા સુધી પહોંચવા માટે 6 દ્વાર બનાવવામાં આવ્યા છે. આ બધા જ દ્વારમાં દર્શન કરવા આવતા લોકોની અલગ અલગ લાઈન બનાવવામાં આવશે.

એક સાથે આટલા લોકો કરશે દર્શન
રામ મંદિર પરિસરમાં એક સાથે 70 લોકો દર્શન કરી શકે તેટલી જગ્યા છે. રામલલાના દર્શન કરવા આવતા લોકોનો પ્રવેશ જન્મભૂમિ દ્વારથી કરવામાં આવશે. એ બાદ લોકોને પીએફસી સુરક્ષા ગેટમાંથી પસાર કરવામાં આવશે. આ પરિક્રમા કોર્ટ 800 મીટરમાં ફેલાયલો છે. જેને પસાર કર્યા બાદ ભક્તો રામના દર્શન કરી શકશે. એ બાદ દક્ષિણ ગેટથી લોકોને બહાર નિકળવાનું રહેશે.

રામ ઉપરાંત બીજા મંદિરો પણ બનશે
રામ મંદિરમાં એક પરકોટ બનાવવામાં આવશે. જે એક દિવાલની જેમ કામ કરશે. જેમાં 5થી 6 મંદિર બનાવવામાં આવશે. મુખ્ય મંદિરથી આ પરકોટે 25 મીટર દુર હશે. જેમાં એક સાથે 50 લોકો દર્શન કરી શકશે. ભગવાન રામના મંદિરની રચના જુની નાગર શૈલીમાં કરવામાં આવી છે. તેમ છતાં તેમાં દક્ષિણના મંદિરો જેમ મોટા પ્રવેશદ્વાર અને પરિક્રમા કક્ષ બનવવામાં આવશે. મંદિરની સુરક્ષાને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.