December 25, 2024

ઇન્સ્ટાગ્રામ પર 56 લાખ ફોલોઅર્સ, FB પર 41 લાખ ફોલોઅર્સ, વોટ મળ્યા માત્ર 146…

Mahrashtra Assembly Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી ચાલુ છે. અહીં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિ સત્તા જાળવી રાખવામાં સફળ દેખાઈ રહી છે. અહીં વર્સોવા સીટની વાત કરીએ તો હાલ શિવસેના યુબીટીના ઉમેદવાર હારૂન ખાન 61958 વોટ સાથે આગળ છે. બીજેપીની ભારતી લવેકર 58474 વોટ સાથે બીજા નંબર પર છે, પરંતુ એક ઉમેદવારના કારણે આ બેઠક ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં, ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક, અભિનેતા એજાઝ ખાન, જે પોતાને મુંબઈના ભાઈજાન કહે છે, આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા. તેમણે નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વતી ચૂંટણી લડી હતી. પરંતુ મતોની દૃષ્ટિએ તેઓ માંડ માંડ ત્રણ આંકડા સુધી પહોંચી શક્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર 5.6 મિલિયન ફોલોઅર્સ અને 146 વોટ મળ્યા
ઇન્સ્ટાગ્રામ પર 5.6 મિલિયનથી વધુ અને ફેસબુક પર 4.1 મિલિયન ફોલોઅર્સ ધરાવતા એજાઝ ખાન 18 રાઉન્ડની ગણતરી બાદ પણ માત્ર 146 વોટ મળ્યા છે. આ આંકડો NOTA કરતા પણ ઘણો પાછળ છે. NOTAને પણ અત્યાર સુધીમાં 1216 વોટ મળ્યા છે. આ સીટ પર 20 નવેમ્બરે 51.2% મતદાન થયું હતું.

YouTuber કેરી મિનાટી પાસેથી માફી માંગાવામાં આવી હતી
નોંધનીય છે કે, આ એજ એજાઝ ખાન છે જેણે એક વખત પોતાને રોસ્ટ કરવા બદલ યુટ્યુબર કેરી મિનાટીને કેમેરા સામે માફી મંગાવી હતી. ખરેખર, કેરી મિનાટીએ એકવાર ‘બિગ બોસ સીઝન 7’ના સ્પર્ધક એજાઝ ખાનને ખરાબ રીતે રોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં કેરી માસ્ક અને કેપ પહેરીને પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. એજાઝ ખાને તેને ઓળખી લીધો હતો. વીડિયોમાં એજાઝ કેરીનો માસ્ક ઉતારી બોલે છે. ‘આ કેરી છે… કેરીએ મને રોસ્ટ કર્યો. હવે મારા ચાહકોને સોરી કહો. આના પર કેરીએ કહ્યું, ‘સર પ્લીઝ’. ત્યારે ઈજાઝે કહ્યું-‘ દરેક બિલમાં હાથ ન નાખો, દરેક બિલમાં ઉંદર નથી હોતો, કેટલાકમાં સાપ પણ હોઈ શકે છે. ત્યારે કેરીએ કહ્યું હતું- ‘જો તમને ખરાબ લાગ્યું હોય તો માફ કરશો.’