કચ્છની શાળાઓમાં શિક્ષકોની બદલી બાદ 50 ટકા શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

કચ્છ: કચ્છ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની બદલી બાદ 50 ટકા શિક્ષકોની ઘટ છે. કચ્છમાં શિક્ષકોની ઘટને પગલે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. જિલ્લામાં શિક્ષકોના મંજૂર મહેકમ 9496માં 4305 શિક્ષકોની ઘટ છે. ઓનલાઈન અને ઓફલાઈન બદલી થશે તેના બાદ 4304 શિક્ષકોની ઘટ પૂરાશે.
આ અંગે DEOએ જણાવ્યું કે, કચ્છના 10 તાલુકામાંથી સૌથી વધુ રાપર 432 શિક્ષકોની ઘટ છે. ભુજમાં 406, નખત્રાણામાં 380 અને અબડાસામાં 371 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની બદલી બાદ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા ખાસ આયોજન કરાયું છે. કચ્છની પ્રાથમિક શાળા નવા જ્ઞાન સહાય અને વિદ્યા સહાયક શિક્ષકોથી ઘટ પૂર્ણ કરવાની સરકાર તરફે આયોજન છે. માધ્યમિક શાળામાં ટૂંક સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની સરકારનું આયોજન છે.