January 19, 2025

ખુલાસો: સૈયદપુરામાં પથ્થરમારો કરવા 5 યુવાનો અઢી કિલોમીટર દૂરથી આવ્યા હતા

સુરત: સુરત શહેરના સૈયદપુરામાં આવેલા ગણપતિ પંડાલ પર પથ્થરમારા મામલે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. નાના બાળકોએ ગણેશ પંડાલ પર કરેલા પથ્થરમારા મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ચોકી પર પથ્થરમારો અને હિંસા કરવા બદલ પણ એફઆઈઆર કરવામાં આવી છે. કુલ 26 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે અન્ય 200થી 300 લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યાં જ આ મામલે હવે નવો ખુલાસો થયો છે.

સૈયદપુરામાં ગણેશ પંડાલમાં થયેલ પથ્થરમારાના મામલે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં અનેકનવા ખુલાસા થયા છે. જેમાં સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારો કરવા માટે પાંચ યુવાનો અઢી કિલોમીટર દૂરથી આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. સૈયદપુરામાં ટોળા ભેગા થયાની જાણ થતા પાંચ યુવાનો પોતાના ઘરેથી ટોળામાં આવીને ભળી ગયા હતા અને આ પાચેય યુવાનોએ પથ્થરમારો કર્યો હતો. ત્યાં જઆ પથ્થરબાજોને પથ્થરમારો કર્યો બાદ નાસી છૂટવાની જગ્યા ન મળતા કોઈકના ઘરમાં છુપાઈ ગયા હતા.

આ પણ વાંચો: પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતા મોત

ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ કોમ્બિંગ કરી આ પાંચે યુવાનોને ઝડપી પાડ્યા હતા. યુવાનોની કબુલાતના આધારે પૂર્વયોજીત કાવતરું હોવાની આશંકા વધુ મજબૂત બની છે. આ પાંચ યુવાનના નામ મયુદ્દીન ભીખાભાઈ ઘાચી ,સોએબ રઇશ, ફિરોઝ મુખ્તયાર શા, અહેમદ અંસારી, મોહમ્મદ આલમ મહંમદ મુસિર શેખનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે પોલીસે હજુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.