September 23, 2024

રોહિત શર્માના 5 એ રેકોર્ડ જે વિરાટ માટે તોડવા મુશ્કેલ

Rohit Sharma World 5 Big Records: ભારતીય ક્રિકેટ ટીમના બે મહાન બેટ્સમેન, રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતની સાથે સમગ્ર વિશ્વમાં તેમના શાનદાર પ્રદર્શન માટે જાણીતા છે. તેમના ફેન દેશની સાથે વિદેશમાં પણ છે. પરંતુ હવે તમને જણાવી દઈએ કે રોહિત અને વિરાટમાં સૌથી શાનદાર રેકોર્ડ રોહિતના નામે છે. જે ક્યારે પણ વિરાટ તોડી નહીં શકે. રોહિત શર્માએ ઓપનર તરીકે રમતા ઘણા અતૂટ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

રોહિત શર્માના 5 મોટા ક્રિકેટ રેકોર્ડ

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી
રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં પાંચ સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેણે 9 મેચમાં 81ની એવરેજથી 648 રન બનાવ્યા હતા. મોટી ટૂર્નામેન્ટમાં સતત રન બનાવવા તે ઘણી મહત્વની વાત કહી શકાય.

ODI ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ
રોહિત શર્માએ 2014માં શ્રીલંકા સામે 264 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જે ODI ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ કહી શકાય. વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે, જે તેણે 2012માં પાકિસ્તાન સામે બનાવ્યો હતો.

આ પણ વાંચો:Independence Day: દેશની રક્ષા માટે શપથ લેનારા 5 ક્રિકેટરો પણ હતા સેનાનો ભાગ

સૌથી વધુ છગ્ગા
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 483 મેચમાં 620 છગ્ગા ફટકાર્યા છે, જે એક વિશ્વ રેકોર્ડ પણ છે. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તે આ મામલે ઘણો પાછળ છે. તેણે અત્યાર સુધીમાં 301 સિક્સર મારી છે.

સૌથી મોટી ઉંમરનો કેપ્ટન
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું છે . આ સાથે તે આ ટાઈટલ જીતનાર આ ટુર્નામેન્ટનો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બન્યો છે. આ રેકોર્ડમાં વિરાટ કોહલી સામેલ નથી, કારણ કે બંને ખેલાડીઓ હવે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
રોહિત શર્માએ T20માં 5 સદી ફટકારી છે જ્યારે વિરાટ કોહલી માત્ર એક સદી ફટકારવામાં સફળ રહ્યો છે. બંને ખેલાડીઓ T-20માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, તેથી હવે વિરાટ આ રેકોર્ડ તોડવામાં સફળ થશે નહીં.