January 13, 2025

અમદાવાદમાં પેલેડિયમ મોલ પાસે ખુલ્લી તલવારો સાથે આતંક મચાવનાર 5 શખ્સોને પોલીસે દબોચી લીધા

Ahmedabad Crime: અમદાવાદ પેલેડિયમ મોલ બહાર આંતક મચાવનારાઓને પોલીસે દબોચી લીધા છે. મહારાષ્ટ્રના સતારામાંથી બસ રોકીને આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે.

આ પણ વાંચો: મકરસંક્રાંતિ પર કેવું રહેશ હવામાન, પરેશ ગોસ્વામી કરી આ આગાહી

અમદાવાદ પોલીસને મોટી સફળતા
અમદાવાદના પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ થોડાક દિવસો પહેલા આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ મામલે અમદાવાદ પોલીસે મોટી સફળતા મળી છે. ઝોન LCBએ 5 આરોપીઓને મહારાષ્ટ્રમાંથી દબોચી લીધા છે. અંગત અદાવતમાં તલવારો વડે હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 48 કલાકની અંદર પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા છે.