બનાસકાંઠાના સુઈગામમાં એક જ દિવસમાં 5 ઇંચ વરસાદ, નડાબેટ બન્યું દરિયો
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં વરસેલા વરસાદે ક્યાંક તારાજી સર્જી છે. તો ક્યાંક તસવીરો બદલી છે. બનાસકાંઠાના સુઈગામ પંથકમાં ગઈકાલે એક જ દિવસમાં 4-5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ વરસાદએ ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ કરી દીધા છે. તો બીજી તરફ નડાબેટ નજીક આવેલા સૂકાખક રણને એક જ રાતમાં દરિયામાં તબદીલ કરી નાખ્યું છે ત્યારે ન્યૂઝ કેપિટલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે.
સુઈગામ વિસ્તાર એ એવો વિસ્તાર છે કે જે વિસ્તારમાં ઉનાળામાં પાણીનું એક ગ્લાસ મેળવવા પણ ફાંફા મારવા પડે. અને આ જ રણ હવે દરિયામાં બદલાયું છે અને જ્યાં જુવો ત્યાં માત્ર પાણી જ પાણી થયું છે. જોકે રણની તસ્વીર બદલાતા સહેલાણીઓ પણ દૂર દૂરથી આ આહલાદક નજારો જોવા નડાબેટ આવતા થયા છે.