IPL 2025માં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે આ 5 ક્રિકેટરો

IPL 2025: આઈપીએલ 2025 હવે થોડા જ સમયમાં ફરી શરૂ થવાની છે. આ સિઝનમાં 5 એવા ખેલાડીઓ છે કે મેદાનમાં તુફાન મચાવી દેશે. આવો જાણીએ આ 5 ખેલાડીઓ વિશે જે આ સિઝનમાં રહેશે ચર્ચામાં.
શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર IPL 2025 માં પંજાબ કિંગ્સ (PBKS) ની કમાન સંભાળી શકે છે. , શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સની ટીમે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શ્રેયસ ઐયર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે ભારતને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી. શ્રેયસ ઐયર IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી શકે છે.
રિષભ પંત
IPL 2025માં સૌથી વધારે કોઈ ખેલાડી પર નજર રહેશે તો તે ખેલાડી રિષભ પંત છે. તેનું મેન કારણ એ પણ છે કે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની ટીમે તેને કમાન સોંપી છે. પંત પર પોતાની યોગ્યતા સાબિત કરવાનું વધારે દબાણ હશે. પંત IPL 2025માં જોરદાર પ્રદર્શન કરી શકે છે.
પેટ કમિન્સ
IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન પેટ કમિન્સ સંભાળશે. ઈજાને કારણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ તે રમી શક્યો ના હતો. ખતરનાક ફાસ્ટ બોલરની સાથે તે ચાલાક કેપ્ટન પણ છે. પેટ કમિન્સે ગયા IPL સિઝનમાં 18 વિકેટ લીધી હતી. પેટ કમિન્સ IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે.
અઝમતુલ્લા ઉમરઝાઈ
IPL 2025માં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરી શકે છે. IPL 2025ની મેગા ઓક્શનમાં અઝમતુલ્લા ઓમરઝાઈને પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમે 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2025માં તે શાનદાર પ્રદર્શન કરી શકે છે.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સની 9 મહિના બાદ થશે ઘર વાપસી, નાસાનું ક્રૂ-10 ISSમાં પ્રવેશ્યું
રચિન રવિન્દ્ર
બેટ્સમેન રચિન રવિન્દ્ર સ્પિન બોલિંગમાં પણ માહેર છે. રચિન રવિન્દ્રે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો ખિતાબ જીત્યો છે. રચિન રવિન્દ્રને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2025 દરમિયાન તે મેદાનમાં શાનદાર પ્રદર્શન કરી શકે છે.