September 19, 2024

AMC દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવાયા 49 કૃતિમ કુંડ

મિહિર સોલંકી, અમદાવાદ: સમગ્ર દેશમાં ગણપતિ વિસર્જન ને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ AMC દ્વારા ગણપતિ વિસર્જનને લઈને કુત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વિવિધ જગ્યાઓ પર આ કુંડ બનાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં ગણપતિ વિસર્જનને ધ્યાનમાં લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર અમદાવાદમાં વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. દરેક વિસર્જન કુંડ પાસે મોટા પંડાલના ગણપતિ માટે ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વાત કરીએ તો સમગ્ર અમદાવાદમાં 44 સ્થળો પર 49 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે. 16 તારીખ સુધીમાં કુલ 22658 જેટલા ગણપતિ આ કુત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યા છે.

રિવરફ્રન્ટ ખાતે આવેલ કુંડ પાસે મોટા પ્રમાણમાં ગણપતિ વિસર્જન માટે ભાવિ ભક્તો એકઠાં થયા હતા. અમદાવાદના બાપુનગર, ખોખરા દક્ષિણી સોસાયટી, વસ્ત્રાપુર તળાવ જેવા વિસ્તારોમાં આવેલ ગણપતિના મોટા પંડાલોમાં ગણેશજી માટે વપરાતા પૂજાપો, ફુલ ચૂંદડી, પીતાંબર જેવી વસ્તુઓ માટે કોર્પોરેશન દ્વારા ત્રણ અલગ અલગ ડબ્બાઓ મૂકવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વિસર્જન કરેલી મૂર્તિઓનું એકત્રીકરણ કરીને પીરાણા ખાતે નક્કી કરેલ જગ્યા ઉપર તેને મૂકવામાં આવશે. આ પ્રકારથી એકત્ર કરવામાં આવેલ નિર્માલ્યને ઉપાડવા સાત ઝોનમાં સાત વાન મૂકવામાં આવેલ છે.