ઘરમાં રાખેલી આ વસ્તુઓથી પીમ્પલ્સની સમસ્યા થશે દૂર
Pimples Problem: આજકાલ મોટા ભાગના લોકોને પિમ્પલ્સની સમસ્યા હોય જ છે. તેનું કારણ ખરાબ દિનચર્યા પણ હોય શકે છે અને જે શરીરને અનુકૂળના આવે તેવો ખોરાક ખાવાથી પણ તમને પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે. પેટ સાફ ન હોવું અથવા શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોના કારણે પણ તમને પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે. આજે અમે તમને ઘરમાં જ મળી રહે તેવી 4 વસ્તુઓ જણાવીશું કે જેનાથી તમને પીમ્પલ્સની સમસ્યાથી છુટકારો મળશે.
ગ્રીન ટી
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ ખુબ જ લાભદાયક છે. જો તમે પિમ્પલ્સ ઘટાડવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરો છો તો તમે તો ગ્રીન ટી અથવા તેની ટી બેગને એક કપ પાણીમાં નાંખો અને થોડીવાર માટે રાખો. આ પછી તેને પિમ્પલ્સ પર લગાવો. તમને જણાવી દઈએ કે, તેમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પિમ્પલ્સ અને સોજાને દૂર કરવામાં મદદરૂપ ચોક્કસ થશે.
કુંવરપાઠુ
એલોવેરા જેલ સ્વસ્થ અને પિમ્પલ મુક્ત ત્વચા માટે કોઈ દવાથી ઓછી નથી. તેની મદદથી ચહેરા પરના પિમ્પલ્સ તેમજ ડાઘ-ધબ્બા દૂર કરી શકાય છે. તેથી તેને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો અને સવારે ઉઠ્યા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. થોડા જ દિવસમાં તમારા ચહેરા પરના દાગ દૂર થશે.
આ પણ વાંચો: મૈં તો રસ્તે સે જા રહા થા…’સોનાની’ પાણીપૂરી ખા રહા થા!
બરફ
પિમ્પલ્સ અને ખીલની સમસ્યામાં પણ બરફનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. રોજ ચહેરા પર બરફ લગાવવાના કારણે તમારા ચહેરા પરથી પિમ્પલને દૂર કરી શકો છો. થોડા જ દિવસમાં તમારા ચહેરા પરથી પિમ્પલ્સ સાથેની લાલાશ પણ ઓછી થવા લાગી છે.