December 23, 2024

પેડોંગથી જુલુક જતી વખતે રોડ અકસ્માતમાં 4 જવાનોના મોત

Road Accident: સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સૈન્યના વાહનનો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર જવાનોના મોત થયા હતા. સેનાનું વાહન પેડોંગથી સિલ્ક રૂટ થઈને જુલુક જઈ રહ્યું હતું. આ દરમિયાન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં શહીદ થયેલા જવાનોમાં મધ્યપ્રદેશના ડ્રાઈવર પ્રદીપ પટેલ, મણિપુરના ક્રાફ્ટમેન ડબલ્યુ પીટર, હરિયાણાના નાઈક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે થંગાપાંડીનો સમાવેશ થાય છે.

અકસ્માત અંગે માહિતી આપતા ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું કે ડ્રાઈવર સહિત તમામ મૃતક સેનાના જવાનો પશ્ચિમ બંગાળના બીનાગુરીમાં એક યુનિટના હતા.