May 3, 2024

છત્તીસગઢમાં 4, MPમાં 2 નક્સલવાદી ઢેર; તેમના પર હતું લાખોનું ઈનામ

અમદાવાદ: મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ બે રાજ્યોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં 1 મહિલા સહિત 6 નક્સલીઓના મોત થયા છે. મઘ્યપ્રદેશના બાલાઘાટમાં 2 અને છત્તીસગઢના બીજાપુરમાં 4 નક્સલીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. બીજાપુરમાં ઘણા નક્સલીઓના ઘાયલ થવાની પણ માહિતી છે. બંને રાજ્યોમાં સુરક્ષાદળોને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં હથિયાર મળ્યા છે. જે બાદ સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર, બાલાઘાટ પોલીસે લોકસભા ચૂંટણીની વચ્ચે 1 એપ્રિલની મોડી રાતે મોટી સફળતા મળી છે. આ નક્સલીઓમાં ઈનામી હાર્ડકોડ નક્સલીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. બાલાઘાટમાં માર્યા ગયા નક્સલિયો પર 43 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે.

આ પણ વાંચો: આજે પ્રથમ વખત સુખોઈ અને તેજસને જમ્મુથી શ્રીનગર હાઈવે પર લેન્ડ કરાશે

ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી
જેમાં એક મહિલા પણ હતી. તેમની પાસેથી પોલીસને એક AK-47 સહિત બે હથિયારો મળ્યા છે. આ એન્કાઉન્ટરની પુષ્ટી એસપી સમીર સૌરભે કરી છે. આ ઘટના બાદ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં એપિયા ડોમિનેશન અને સર્ચ તેજ કરવામાં આવી છે. મહત્વનું છેકે, સુરક્ષા દળોને સૂચના મળી હતી કે લોકસભા ચૂંટણીની વચ્ચે નક્સલીઓ મોટો હુમલો કરી શકે છે. આ સુચના પર પોલીસે બાલાઘાટ સીમામાં તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સીમા પર ડાબેરી અને પિતકોનાની પાસે કેરાઝરીના જંગલમાં તેમનો સામનો નક્સલિઓ સાથે થયો.

આટલું છે ઈનામ
આ એન્કાઉન્ટરમાં 43 લાખ રુપિયાનું ઈનામવાળા બે નક્સલીઓના મોત થયા છે. એસપી સમીર સૌરભે કહ્યું કે, બંન્ને માર્યા ગયા નક્સલીઓ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ઘણી ઘટનાઓમાં જોડાયેલા છે. મહિલા નક્સલીનું નામ સજંતી ઉર્ફ ક્રાંતિ છે. તેના પર 29 લાખ રૂપિયાનું ઈનામ હતું. જ્યારે બીજા નક્સલી રઘુ ઉર્ફ શેર સિંહ હતું. તેના પર 14 લાખ રુપિયાનું ઈનામ હતું. બંન્નેના મૃતદેહ મળી આવ્યા છે.