January 18, 2025

Rajkot અગ્નિકાંડમાં મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

રાજકોટ: રાજકોટના ગેમઝોનમાં આગ લાગની ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. આ ઘટનામાં 24 લોકોના મોત થાય છે. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના TRP મોલમાં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા. ગેમ ઝોનમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી. તો ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટમાં ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે.

જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું છે કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.

વધુમાં તેમણે કહ્યું છે કે, રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

પીએમ મોદીએ પણ રાજકોટ અગ્નિકાંડ મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમદાવાદના ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો હતો. બોપલમાં આવેલા TRP મોલમાં ગેમ ઝોન ચાલતું હતુ. જ્યાં ભીષણ આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. તો બીજી ઘટના રાજકોટમાં બની છે. જ્યાં હવે આગ લાગતા ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો છે. આગ પહેલાં ગેમ ઝોનના બહારના ડોમમાં પડેલા પ્લાયવુડના લાકડાઓમાં લાગી હતી અને આ આગ ગણતરીની મીનિટમાં જ ગેમ ઝોનની અંદર પહોંચી ગઈ હતી.

આ સિવાય વિજય રૂપાણીએ પણ ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું છે કે, હાલ હું પંજાબ છું, રાજકોટથી સમાચાર મળ્યા છે કે કાલાવાડ રોડ ગેમઝોનમાં આગ લાગવાને કારણે દુઃખદ દુર્ઘટના સર્જાઇ છે. નાના બાળકો અને અમુક વાલી અને કર્મચારીઓના દુઃખદ અવસાનના સમાચાર મળેલ છે. ખૂબ દુઃખ થયુ છે ઇશ્વર સૌને દુ:ખ સહન કરવાની શક્તિ આપે .આગમાં ભોગ બનેલ તમામ પ્રત્યે દુઃખની લાગણી…