February 23, 2025

દિલ્હી – NCRમાં વહેલી સવારે ભૂકંપ, 4.0ની તીવ્રતાના આચંકા અનુભવાયા

Delhi: દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારે 5:36 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. લોકોના મતે ભૂકંપના આંચકા ઘણી સેકન્ડ સુધી અનુભવાયા હતા. ગભરાટના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. તેનું કેન્દ્ર દિલ્હીમાં પૃથ્વીથી 5 કિલોમીટર નીચે હતું. એટલા માટે ભૂકંપના આંચકા ખૂબ જ તીવ્રતાથી અનુભવાયા હતા.

તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો પછી દિલ્હી-એનસીઆરમાં આટલો જોરદાર ભૂકંપ અનુભવાયો છે. જોકે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર નથી. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો: અમેરિકાથી ભારતીયોને લઈને ત્રીજું વિમાન અમૃતસર એરપોર્ટ પહોંચ્યું, 112 લોકોને પરત મોકલાયા

4.0 ની તીવ્રતાનો ભૂકંપ
હકીકતમાં સોમવારે સવારે દિલ્હી-એનસીઆરમાં 5 કિમીની ઊંડાઈએ રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર દિલ્હી હોવાનું જણાવવામાં આવ્યું હતું. થોડીક સેકન્ડ સુધી ચાલેલા આ આંચકા એટલા જોરદાર હતા કે રહેણાંક વિસ્તારોમાં પણ તે અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સાવચેતીના ભાગ રૂપે ઘણા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા. જોકે, તાત્કાલિક કોઈ નુકસાનના અહેવાલ નથી.