November 24, 2024

બાલાસિનોરના 3 યુવકો થાઈલેન્ડમાં ફસાયા, પરિવાર પોલીસના શરણે

મૃગરાજસિંહ પુંવાર, મહિસાગર: બાલાસિનોર નગરના 3 મુસ્લિમ યુવકો રોજગારી મેળવવાં થાઈલેન્ડ ગયા હતા. જોકે, થાઈલેન્ડ ગયા બાદ તેઓનો સંપર્ક ન થતા પરિવારને ચિંતા થવા લાગી હતી. તેમજ તેમની સાથે કંઇક અઘટિત ઘટના ઘટી હોવાનું પરિવાર દ્વારા ચિંતા વ્યક્ત કરતા જિલ્લામાં હડકંપ મચી ગયો હતો.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં રહેતા મુસ્લીમ સમાજ ના ત્રણ યુવાનો રોજગારી મેળવવાં થાઈલેન્ડ ગયા હતા. ત્યા, ફસાયા હોવાની વિગતો સામે આવતા પરીવાર ચિંતાતૂર બન્યો છે. મળતી વિગતો અનુસાર, બાલાસિનોરના મુસ્લિમ વિસ્તારમાં રહેતા શેખ ફેજલ શબ્બીર, શેખ સકલેન શબ્બીર તેમજ શેખ વસીમ ઇસ્માઇલ જેઓ ત્રણ માસ અગાઉ યુરોપના અરર્મોનિયા પોતાની રોજીરોટી મેળવવાં ગયા હતા. ત્યાં, કોઈ યોગ્ય કામ ન મળતા અને જોબ ન મળતા તેઓ 25/6 ના રોજ ભારત પરત આવ્યા હતા. ત્યારબાદ 26/6 ના રાત્રીના એક વાગે તેઓ અન્ય કામ મેળવવાં અમદાવાદ એરપોર્ટ થી થાઈલેન્ડ જવા માટે રવાના થયા હતા.

ત્યારબાદથી તેઓનો કોઈ ફોન કે કોઈ પતો ન મળતા હાલ બાલાસિનો રહેતો પરિવાર ચિંતાતુર બન્યો છે અને કામ અર્થે ગયેલ ત્રણ વ્યક્તિઓ સાથે શું થયું અને તેઓના ફોન કેમ નથી તેમજ તેઓ નો ફોન પણ ન આવતા છેલ્લા ચાર દિવસ થી પરીવાર દુવિધામાં મૂકયો છે તે જાણવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે, થાઈલેન્ડ થી એક વ્યક્તિનું બાલાસિનોરના એક મિત્ર ઉપર ફોન આવતા અને ફોન પર અમને હવે કોલ ન કરતા અને અમે દુવિધામાં છીએ તેવું જણાવતા બાલાસિનો રહેલો પરિવાર પોલીસની શરણે પહોંચ્યો છે. ત્યારે આ ત્રણેય યુવકો સાથે શું ઘટના ઘટી અને તેઓ ક્યાં ફસાયા છે તે અંગે બાલાસિનોર પોલીસ ઉપરોક્ત વિગતો મેળવી તાપસ કરાવી રહી છે અને મળતી વિગતો મેળવી તાપસ પણ કરી રહી છે.

ત્યારે, આ મામલો બે દેશો વચ્ચેનો હોવાને લઈ પોલીસ પણ આ બાબતે ઉચ્ચ કચેરીઓ તેમજ સરકારનો સંપર્ક કરવા સ્થાનીક પરીવાર ને જણાવી રહ્યુ છે આ તપાસ નો વિષય બે દેશ વચ્ચેનો હોવાનું પોલીસ રટણ કરી રહી છે ત્યારે આ પરિવાર તો હાલ ચિંતાતૂર બન્યો છે. ત્યારે પરિવારે બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ નો ટેલીફોનિક સંપર્ક કરી ઘટના ની જાણ કરી હતી ત્યારે આ બાબતે માનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે મને પણ બાલાસિનોર પીઆઇ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા જ માલુમ પડ્યું છે ત્યારે આ બાબતની પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ કરે અને મારા મત વિસ્તારના ત્રણ યુવકો સાથે શું અઘટિત ઘટ્યું છે તે તપાસ કર્યા બાદ જો તેઓ સામે કોઈ અઘટિત ઘટના કે કિડનેપ થયાં હોવાનું માલુમ થશે તો હું રાજ્યની ભાજપ સરકાર તેમજ કેન્દ્ર ની એન.ડી.એ સરકારમાં તેઓને પરત લાવવા માટે રજૂઆત કરીશ.