December 27, 2024

ટ્રાન્સજેન્ડર સમુદાયના 3 લોકો પહેલીવાર બિહાર પોલીસમાં જોડાયા

Transgender Community: બિહારના પટનામાં પોલીસ મેમોરિયલ ડેના અવસર પર CM નીતિશ કુમારે 1,249 નવા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે. આ અવસર પર પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર સમુદાયના ત્રણ સભ્યો બિહાર પોલીસમાં લોકોની સેવા કરવા માટે જોડાયા છે.

DGP આલોક રાજનું નિવેદન સામે આવ્યું
બિહારના ડીજીપી આલોક રાજે કહ્યું, ‘બિહાર પોલીસ માટે આજનો દિવસ ગર્વની ક્ષણ છે કારણ કે આજે મુખ્યમંત્રી દ્વારા 1,249 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ નવા નિમણૂકોને રાજગીરમાં તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ વિવિધ સંબંધિત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવશે. પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર સમુદાયના ત્રણ સભ્યો બિહાર પોલીસમાં લોકોની સેવા કરવા માટે જોડાઈ રહ્યા છે.

ટ્રાન્સજેન્ડર SIએ શું કહ્યું?
બિહાર પોલીસના પ્રથમ ટ્રાન્સજેન્ડર SI મધુ કશ્યપે કહ્યું, ‘હું સીએમ નીતિશ કુમારને ધન્યવાદ આપું છું અને મારા સમગ્ર સમુદાય વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. તેઓએ અમારા સમુદાયના સભ્યોનું જીવન બદલી નાખ્યું છે. હું મારી ફરજ ઈમાનદારીથી નિભાવીશ. મને લાગે છે કે આપણે પણ મુખ્યધારામાં જોડાઈને આપણું જીવન સારી રીતે જીવીશું.

મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે સમ્રાટ અશોક કન્વેન્શન સેન્ટર સ્થિત બાપુ ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોને નિમણૂક પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરો મધુ કશ્યપ, ગૌતમ કુમાર, શોભા રાની, લાડલી કુમારી, શિવેશ કુમાર ઝા, કોમલ કુમારી, રીના કુમારી અને રોશની કુમારીને પ્રતીકાત્મક રીતે નિમણૂક પ્રમાણપત્ર અર્પણ કર્યા. નોંધનીય છે કે, તમને જણાવી દઈએ કે 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોમાંથી 442 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.