December 22, 2024

શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 3 લોકો ડૂબ્યા, એક યુવાનનો મળ્યો મૃતદેહ

Bharuch: ભરૂચ શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 3 લોકો ડૂબી જવાની ધટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ તરવૈયાઓએ અન્ય 2 લોકોની શોધખોળ શરૂ કરીછે. આ લોકો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહે છે.

મળતી માહિતી અનુસાર ભરૂચ શુકલતીર્થમાં નર્મદા નદીમાં નહાવા ગયેલા 3 લોકો ડૂબી ગયા હોવાની માહિતી છે. જેમાથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલું છે. ડૂબનારમાંથી વેજલપુર વિસ્તારમાં રહેતા પિતા પુત્રની શોધખોળ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ સુરતના એક યુવાનનું નદીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. હાલ શુકલતીર્થમાં ચાલતા ભાતીગળ મેળા બાદ નહાવા જતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: બોપલ વિદ્યાર્થી મર્ડર કેસના આરોપીને 10 દિવસના રિમાન્ડ મંજૂર