January 22, 2025

Rajkot અગ્નિકાંડ: ત્રણેય અધિકારીઓના સસ્પેન્શન બાદ ધરપકડની સંભાવના

Rajkot Game Zone Tragedy: 25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 28નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ત્યારે આ આગકાંડ બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને આ અગ્નિકાંડમાં જે લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું, જે સરકારી અધિકારીઓએ આ ગેમઝોન અગ્નિકાંડ સાથે જોડાયેલા હતા તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ હાલમાં ક્રાઇમ બ્રાંચમાં 3 અધિકારીની સઘન પૂછપરછ થઇ રહી છે. પૂછપરછ બાદ ત્રણેય અધિકારીઓના સસ્પેન્શન બાદ ધરપકડની સંભાવના છે.

ક્રાઇમ બ્રાંચ દ્વારા 19 કલાકથી વધુ સમય થઇ ગયો હાવ છતાં હજુ પણ ત્રણેય અધિકારીઓની પૂછપરછ ચાલુ છે. ફાયર, TPO અને વીજ વિભાગના અધિકારીની ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. TPO એમ.ડી.સાગઠીયા, ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાની પણ છેલ્લા 19 કલાકથી પૂછપરછ થઇ રહી છે. સાથે જ PGVCLના ડે.એન્જીનીયર સુરેશ ચૌહાણની પણ સઘન પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત, 31 મે સુધી ડસ્ટ સ્ટ્રોમ જોવા મળશે

આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે, આ ઘટનામાં જવાબદાર કોઈપણ ચમરબંધીને નહીં છોડવા આવે અને તેમના વિરૂદ્ધ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઇમ બ્રાંચ દ્વારા 7 સસ્પેન્ડ અધિકારીઓની મિલકતો,બેંક ખાતા સહિત અલગ-અલગ મુદ્દા પર સઘન પૂછપરછ કરાઇ રહી છે.ત્યાં જ એવી માહિતી પણ સામે આવી રહી છે કે, પૂછપરછમાં અધિકારીઓ જવાબદાર ઠરશે તો તાત્કાલિક ગુનો દાખલ કરાશે.

રાજકોટ અગ્ની કાંડ મામલે SIT કરશે પુછપરછ
જણાવી દઇએ કે, રાજકોટ અગ્ની કાંડ મામલે જે SITની રચના કરવામાં આવી છે તે IAS,IPS અધિકારીઓની પણ પૂછપરછ કરશે. જેમાં તત્કાલીન મ્યુ. કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ સામેલ છે. એડી.સી પી વિધી ચૌધરી, ઝોન 2 ડીસીપી ડૉ સુધીર દેસાઈની પણ SIT ડીજી ભવન ખાતે પૂછપરછ કરાશે. SITની સાથે DGP વિકાસ સહાય પણ રહેશે ઉપસ્થિત રહેશે. આ પૂછપરછ સવારે 11 કલાકથી હાથ ધરાશે.