December 23, 2024

રાજસ્થાનમાં એક દુર્ઘટનામાં એક જ પરિવારની 3 પેઢી હોમાઈ

Rajasthan Hanumangarh: રાજસ્થાનના હનુમાનગઢમાં એક દુ:ખદ અકસ્માત સામે આવ્યો છે. જિલ્લાના ટિબ્બીમાં કેનાલમાં પડી જવાથી કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા છે. આ કારમાં પિતા, પુત્ર અને પૌત્ર મુસાફરી કરી રહ્યા હતા. હકિકતે, પિતા પોતાના પુત્રને કાર ચલાવતા શીખવી રહ્યા હતા, તેમનો પૌત્ર પણ તેમની સાથે હતો. દરમિયાન કાર અચાનક કેનાલમાં પડી હતી. કાર લોક હોવાના કારણે ત્રણેય બહાર નીકળી શક્યા ન હતા અને શ્વાસ રૂંધાવાથી ત્રણેયના મોત થયા હતા. મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: બંગાળના ડોક્ટર રેપ કેસમાં મમતા એક્શનમાં, કેસ CBIને ટ્રાન્સફર કરવા પોલીસને અલ્ટીમેટમ

અહેવાલો અનુસાર, આ અકસ્માત રીલ બનાવતી વખતે થયો હતો. તલવારા તળાવ રોડ પર ઈન્દિરા ગાંધી નહેરના પુલ પરથી કાર નહેરમાં પડતાં પિતા, પુત્ર અને પૌત્રનાં મોત થયાં હતાં. સોમવારે સવારના સુમારે કાર ઈન્દિરા ગાંધી કેનાલના પુલ પરથી કેનાલમાં પડી હતી. ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. સાથે જ ત્રણેયના મૃતદેહ પણ મળી આવ્યા છે. તેમની ઓળખ રાઠીખેડાના રહેવાસી 60 વર્ષીય મારબૂબ આલમ, સાનિબ હુસૈન અને 5 વર્ષીય હસનૈન તરીકે કરવામાં આવી છે. કારમાં સવાર ત્રણેય પિતા, પુત્ર અને પૌત્રના મૃતદેહને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી
રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે નહેરો અને નદીઓ ભરાઈ ગઈ છે. હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. વરસાદી સિઝનમાં વિવિધ કારણોસર 30 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં લોકોએ નદીઓ અને નાળાઓ નજીક વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.