January 18, 2025

શેર માર્કેટમાં 3 દિવસની રજા, કોમોડિટી માર્કેટ રહેશે બંધ

Stock Market Holiday: ગુડ ફ્રાઈડે 2024ના કારણે આજે ભારતીય શેર માર્કેટમાં રજા છે. BSE અને NSEમાં આજે 29 માર્ચ, 2024ના બંધ રહેશે આ સાથે ગ્લોબલ શેર માર્કેટ પણ બંધ રહેશે. જે બાદ શનિવાર અને રવિવાર હોવાના કારણે સતત 3 દિવશ શેર માર્કેટ બંધ રહેશે. મહત્વનું છેકે, એપ્રિલ મહિનામાં 2 દિવસ શેરમાર્કેટમાં રજા રહેશે.

નાણાકીય વર્ષ 2024 ના અંતે આવતી 3 રજાઓ
29, 30, 31 માર્ચના રોજ શેરબજારની રજા બાદ હવે શેરબજાર સીધું 1 એપ્રિલ 2024 એટલે કે સોમવારના રોજ ખુલશે. આ સાથે નાણાકીય વર્ષ 2024-2025નો પ્રારંભિક દિવસ થશે. સ્થાનિક શેરબજારની રજાઓની યાદી અનુસાર, આ વખતે માર્ચમાં એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે શેરબજારમાં ત્રણ દિવસની રજાઓ હતી. સૌ પ્રથમ મહાશિવરાત્રિ નિમિત્તે 8 માર્ચ, શુક્રવારના રોજ શેરબજારો બંધ રહ્યા હતા અને ત્યારબાદ શનિવાર-રવિવારની સાપ્તાહિક રજા હતી. એ બાદ 25મી માર્ચે સોમવારે હોળીની રજા હતી અને તે પહેલા પણ 23-24મી માર્ચે શનિવાર-રવિવારે સાપ્તાહિક રજા હતી. એ બાદ 29 મી માર્ચે ગુડ ફ્રાઈડેની રજા છે અને તે પછી અનુક્રમે શનિવાર-રવિવારની રજા છે અને ચાલુ નાણાકીય વર્ષ રજાઓ સાથે સમાપ્ત થઈ રહ્યું છે.

આ પણ વાંચો: હવેથી શેર માર્કેટમાં T+0 સેટલમેન્ટ પ્રમાણે ચાલશે ટ્રેડિંગ, જાણો સમગ્ર પ્રક્રિયા

શું આજે કોમોડિટી બજારો ખુલ્લા છે?
કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ સેગમેન્ટ બંનેમાં ટ્રેડિંગ પણ આજે સ્થગિત રહેશે. આ મુજબ આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અને નેશનલ કોમોડિટી એક્સચેન્જ પર કોઈ ટ્રેડિંગ થશે નહીં.

એપ્રિલમાં શેરબજારની રજા
હવે આગામી એપ્રિલ મહિનામાં ઘણી રજાઓ છે. જેમાં ઈદ-ઉલ-ફિત્રના કારણે શેરબજાર 11મી એપ્રિલેને ગુરૂવારે બંધ રહેશે. એ બાદ 17 એપ્રિલે બુધવારે રામ નવમીના અવસર પર શેરબજાર બંધ રહેશે. આમ એપ્રિલમાં 2 દિવસ શેરબજારમાં રજા રહેશે અને બાકીની સાપ્તાહિક રજાઓ છે.