March 17, 2025

UP Murder Case: NIA કોર્ટે 6 વર્ષ પછી સંભળાવ્યો ચુકાદો, 28 દોષિત; તિરંગા યાત્રા દરમિયાન થઈ હતી હત્યા

Chandan Gupta murder case: લખનઉની વિશેષ NIA કોર્ટે કાસગંજમાં ચંદન ગુપ્તા હત્યા કેસમાં છ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે જ્યારે બેને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, 26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર ચંદન ગુપ્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ કાસગંજના વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને લઈને યુપીમાં કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા હતા.

આ કેસમાં સલીમ નામના યુવકને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. ત્યાં લગભગ 20 લોકોને નોમિનેટ કરવામાં આવ્યા હતા. ચંદન એક સામાજિક સંસ્થા ચલાવતો હતો. તેના પિતા સુશીલ ગુપ્તા કાસગંજની એક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા.

હત્યા બાદ કાસગંજનું વાતાવરણ બગડી ગયું હતું અને હિંસા ફાટી નીકળી હતી. શહેરમાં તોફાનો અને આગચંપી થઈ હતી. પોલીસે કાર્યવાહી કરીને 49 લોકોની ધરપકડ કરી હતી. ગુરુવારે NIA કોર્ટે છ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો હતો.