ભૂખથી તડપી રહ્યા છે 28.2 કરોડ લોકો, ભયાનક છે ગાઝાની હાલાત
ગાઝા: સંયુક્ત રાષ્ટ્રએ ભૂખમરાને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં 59 દેશોના લગભગ 28.2 કરોડ લોકો ભૂખમરાનો ભોગ બનશે. યુનાઈટેડ નેશન્સે બુધવારે ફૂડ ક્રાઈસીસ પર ગ્લોબલ રિપોર્ટમાં આ માહિતી આપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાઝામાં લોકોને ભૂખની સૌથી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટ અનુસાર 2022માં 2.4 કરોડથી વધુ લોકોને ખાદ્ય પદાર્થોની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો. આનું કારણ ખાસ કરીને ગાઝા પટ્ટી અને સુદાનમાં ખાદ્ય સુરક્ષાની કથળતી સ્થિતિ હતી. આ સિવાય ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા દેશોની સંખ્યા પણ વધી છે. જેના પર નજર રાખવામાં આવી રહી છે.
2016 થી ચાર ગણો વધારો
યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભૂખમરોનું પ્રમાણ નક્કી કર્યું છે. જેમાં પાંચ દેશોમાં 705000 લોકો પાંચમા તબક્કામાં છે. જે ઉચ્ચતમ સ્તર માનવામાં આવે છે. તેમણે કહ્યું કે આ આંકડો 2016માં વૈશ્વિક રિપોર્ટ બહાર પાડવાની શરૂઆતથી સૌથી વધુ છે. તે ઉપરાંત 2016 માં નોંધાયેલી સંખ્યાની તુલનામાં તે ચાર ગણો વધ્યો છે.
ગાઝા પરિસ્થિતિ
અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે ખરાબ દુષ્કાળનો સામનો કરી રહેલા 80 ટકા લોકો એટલે કે 5,77,000, એકલા ગાઝામાં છે. દક્ષિણ સુદાન, બુર્કિના ફાસો, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. રિપોર્ટમાં અંદાજ છે કે ગાઝામાં લગભગ 11 લાખ લોકો અને દક્ષિણ સુદાનમાં 79 હજાર લોકો જુલાઈ સુધીમાં પાંચમા તબક્કામાં પહોંચી શકે છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.