December 30, 2024

ટિશ્યૂ પેપરમાં 26 iPhone છુપાવીને આવી મહિલા, દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી પાડી

iPhone Seized At Delhi Airport: દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમને એક મહિલા મુસાફરના બેગ માંથી 26 આઇફોન મળ્યા છે. મહિલા હોંગકોંગથી દિલ્હી આવી હતી. કસ્ટમ વિભાગે જણાવ્યું છે કે મહિલાની વેનિટી બેગમાં ટિશ્યૂ પેપરમાં રૈપ કરેલ 26 આઇફોન 16 પ્રો મેક્સ મળી આવ્યા હતા. હાલ, આ મામલે તપાસ ચાલી રહી છે.

આ પહેલા પણ પકડાયા હતા 32 લાખના આઇફોન
જોકે, દિલ્હી એરપોર્ટ પર આઇફોન સાથે મુસાફર ઝડપાયાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં દિલ્હી એરપોર્ટ પર હોંગકોંગથી આવેલો બે ભારતીય મુસાફર 32 લાખના આઇફોન સાથે ઝડપાયો હતો. કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે હોંગકોંગથી આવેલા બે ભારતીયો પાસેથી 36 આઈફોન જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો: World Vegetarian Day 2024: શાકાહારી હોવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કેમ? આવો જાણીએ

આ 36 આઇફોન દારૂની પેટીઓમાં કનસીલ કરીને છુપાવવામાં આવ્યા હતા. 36 આઇફોનની કિંમત 32.61 લાખ રૂપિયા હતી. મળી આવેલ આઇફોનની કસ્ટમ્સ અધિનિયમ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવ્યા હતા.