December 21, 2024

WTC 2023-25: રચિન રવિન્દ્રએ રચ્યો આ ઈતિહાસ, વિરાટ કોહલી પણ પાછળ

WTC 2023-25: ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માઉન્ટ માનુગનાઈ ખાતે રમવામાં આવી રહી છે. ત્યારે બેટ્સમેન રચિન રવિન્દ્રએ બેટથી શાનદાર ઇનિંગ આપી હતી. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની સૌથી મોટી ઇનિંગ્સ રમીને ખાસ જગ્યા બનાવી હતી.

ઐતિહાસિક ઇનિંગ
રચિન રવિન્દ્રએ પોતાની કારકિર્દીની ચોથી ટેસ્ટ મેચમાં ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં રચિન રવિન્દ્રએ 366 બોલનો સામનો કરીને 240 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 26 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ પહેલી વખત હતુ કે જયારે રચિન રવિન્દ્રએ ટેસ્ટમાં 100 રનનો આંકડો તોડ્યો હતો. જેના કારણે રચિન રવિન્દ્ર પોતાની પ્રથમ ટેસ્ટ સદીને બેવડી સદીમાં ફેરવનાર ચોથો ન્યુઝીલેન્ડર બની ગયો છે. આ પહેલાની જો વાત કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડના માત્ર 3 ખેલાડીઓ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા.

આ પણ વાચો: IND vs ENG: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

સૌથી મોટી ઇનિંગ્સ 
રચિન રવિન્દ્રએ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ચક્રમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. રચિન રવિન્દ્રએ 240 રનની ઇનિંગ રમીને યશસ્વી જયસ્વાલનો પણ રેકોર્ડ તોડ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં 209 રનની ઈનિંગ રમી હતી, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની સર્વોચ્ચ ઈનિંગ્સ હતી. તે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીથી પણ આગળ નીકળી ગયો છે. વિરાટે અત્યાર સુધી ટેસ્ટમાં 29 સદી ફટકારી છે.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

કાકા-ભત્રીજાની જોડીની કમાલ
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે કોલંબોના સિંહાલી સ્પોર્ટ્સ ક્લબમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં નૂલ અલી ઝદરાન અને ઈબ્રાહિમ ઝદરાનને આ મેચમાં ઓપનર તરીકે રમવાની તક મળી હતી. પરંતુ કાકા-ભત્રીજાની જોડીએ પ્રથમ ઈનિંગમાં કંઈ ખાસ બતાવી શકી ના હતી. બીજી ઈનિંગ રમવામાં આવી ત્યારે બંને વચ્ચે 106 રનની ભાગીદારી થઈ હતી. ઇબ્રાહિમ ઝદરાન મેચના ત્રીજા દિવસે 101 રન બનાવ્યા હતા. તો નૂર અલી 47 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકાએ પ્રથમ દાવમાં 439 રન બનાવ્યા હતા. જોકે, અફઘાનિસ્તાને બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી અને 1 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. પરંતુ તે હજુ પણ શ્રીલંકાથી 42 રન પાછળ છે.