September 12, 2024

મેમરીઝ સાથે માઈલસ્ટોન દિવસ, 28 વર્ષ બાદ ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા

2011 World Cup: આજની તારીખ ભારતીય ક્રિકેટ માટે સૌથી ખાસ ગણવામાં આવે છે. આજના દિવસે ભારતીય ક્રિકેટ ટીમે 28 વર્ષ બાદ બીજી વખત ODI વર્લ્ડ કપમાં જીત મેળવી હતી.

આ પહેલા જયારે કપિલ દેવની કેપ્ટનશીપ હતી વર્ષ 1983માં ત્યારે જીત મળી હતી. પરંતુ ત્યાર બાદ આજના દિવસે 28 વર્ષ બાદ જીત પ્રાપ્ત થઈ હતી. આ તારીખને 13 વર્ષ વીતી ગયા છે એમ છતાં આજના દિવસે શાનદાર જીતની યાદગીરી તાજી થઈ જાય છે.

ઈતિહાસ બદલી નાખ્યો

23 વર્ષ બાદ આજના દિવસે ભારતે શ્રીલંકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. વર્ષ 2011માં, 2 એપ્રિલે, ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સમયે ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને જીત મળી હતી. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રરદર્શન જોવા મળ્યું હતું. ટીમ ઈન્ડિયાએ જીતની સાથે ક્રિકેટના ઈતિહાસમાં ઘર આંગણે વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ હતી.

આ પણ વાંચો:  રિયાન પરાગનો છવાયો બેટિંગનો જાદુ, કોહલી પણ પાછળ

ટીમને જીત અપાવી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. આ સમયે શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 274 રન બનાવ્યા હતા. જોકે શરૂઆતમાં ઈન્ડિયન ટીમની શરૂઆત ખરાબ જોવા મળી હતી. જેનું કારણ એ હતું કે જેના પર આશા હતી તેવા વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર વહેલા આઉટ થઈ ગયા હતા. આ બંનેના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરે મેચની કમાન સંભાળી હતી. જેમાં ગંભીરે 97ની ઈનિંગ તો કોહલીએ 35 રન બનાવ્યા હતા. ધોનીએ 91 રન બનાવ્યા હતા.

સિક્સ ફટકારી


આ અંતિમ મેચમાં, એમએસ ધોનીએ ભારતીય દાવની 49મી ઓવરમાં જોરાદર છગ્ગો લગાવ્યો હતો. આજ દિન સુધી ધોનીનો એ છગ્ગો કોઈ ભૂલી શક્યા નથી. જીત તો ટીમને પ્રાપ્ત થઈ પરંતુ તેની સાથે ધોનીની ઈનિંગ પણ જોરદાર રહી હતી. આ જીત મળતાની સાથે ઈન્ડિયન ટીમમાં મોટો બદલાવ આવ્યો હતો. આ એવો બદલાવ છે કે જેના કારણે આજ દિન સુધી ધોની ધ બેસ્ટ ગણવામાં આવે છે અને ઈન્ડિયાની ટીમની બોલબાલા આજ પણ છે.