સુરતના વરિયાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક ગરકાવ થયો છે. બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ત્યારે તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી બાળકની શોધખોળ હાથ ધરી છે. બાળક માતા સાથે બુધવારી બજારમાં ગયો હતો. છેલ્લા 3 કલાકથી બાળકની શોધખોળ ચાલી રહી છે.