September 19, 2024

આ 2 દિગ્ગજ ક્રિકેટર્સ ભારતીય ટીમ સાથે જોડાશે

Indian Team Tour Of Sri Lanka: શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમને ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમાશે. ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. T20 ટીમની કમાન સૂર્યકુમારને સોંપવામાં આવી છે. શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. ગૌતમ ગંભીર આ પ્રવાસથી જ જવાબદારી સંભાળશે. આ વચ્ચે બે દિગ્ગજ ખેલાડીઓના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

KKRના કોચિંગ સેટનો એક ભાગ
ESPNcricinfoના રિપોર્ટમાં આપેલી માહિતી અભિષેક નાયર અને નેધરલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રેયાન ટેન ડોશેટ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમના સહાયક કોચ બનાવવામાં આવી શકે છે. આ બંને ભૂતપૂર્વ ખેલાડીઓ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીના કોચિંગ સેટઅપનો પણ ભાગ છે અને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ સાથે કામ કર્યું છે.

મુખ્ય કોચ રહી ચૂક્યા છે
40 વર્ષીય અભિષેક નાયર ભારત માટે માત્ર ત્રણ ODI મેચ રમ્યો છે આ સાથે ક્રિકેટમાં 100 થી વધુ મેચ રમી અને મુંબઈની ટીમને સ્થાનિક ક્રિકેટમાં અનેક રણજી ટ્રોફી ટાઇટલ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. IPL 2024નો ખિતાબ જીતનાર KKR ટીમના વરુણ ચક્રવર્તીએ અભિષેક નાયરના વખાણ કર્યા છે. નેધરલેન્ડ માટે 33 ODI મેચ અને 24 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેની પાસે અનુભવ છે, જે ભારતીય ટીમ માટે ઉપયોગી થઈ શકે છે.

આ પણ વાંચો: આવતીકાલે એશિયા કપ 2024માં ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે ટક્કર

શ્રીલંકા સામે ભારતીય ટીમ:

T20 ટીમઃ રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ

ODI ટીમઃ વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા