December 18, 2024

GNLUને ઉડાવી દેવાની ધમકી મામલે 2 શકમંદો જયપુરથી ઝડપાયા

ગાંધીનગર: પાટનગર ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી GNLUને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ અને ગાંધીનગર પોલીસે ધમકી આપનારા બે આરોપીની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ સાયબર ક્રાઇમ દ્વારા જયપુરથી બે શકમંદોની અટકાયત કરવામાં આવી છે.

સાયબર ક્રાઇમ સેલ અને ગાંધીનગર પોલીસ દ્વારા GNLUને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા મામલે રાજસ્થાનના જયપુર ખાતેથી બે શકમંદ યુવાનોની અટકાયત કરવામાં આવી છે. આ મામલે હાલ ગાંધીનગર પોલીસ યુવાનોની પૂછપરછ કરી રહી છે. ગાંધીનગર પોલીસે સાયબર ટીમની મદદ લઈને આરોપીને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે યુવાનોએ જે ઈમેલ એડ્રેસથી ધમકી ભર્યો મેઇલ કર્યો હતો તે ઇમેલ એડ્રેસને ટ્રેસ કરીને બંને યુવાનોની અટકાયત કરવામાં આવી.