ઈઝરાયલમાં 2 બ્રિટિશ સાંસદોની અટકાયત, આ પાછળનું કારણ શું છે?

Israel: પેલેસ્ટાઇન અને ઈરાન સાથે છેડછાડ કર્યા પછી ઈઝરાયલે હવે બ્રિટન સાથે પણ છેડછાડ કરી છે. બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ લેમીએ શનિવારે જણાવ્યું હતું કે ઈઝરાયલ બે બ્રિટિશ સાંસદોની અટકાયત કરી અને તેમને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો તે “અસ્વીકાર્ય” અને ખૂબ જ ચિંતાજનક છે. હકીકતમાં, બ્રિટિશ મીડિયા અનુસાર, શાસક લેબર પાર્ટીના યુઆન યાંગ અને અબ્તિસમ મોહમ્મદ લંડનથી ઈઝરાયલ જવા રવાના થયા હતા. પરંતુ તેમને ઇઝરાયલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
“તે અસ્વીકાર્ય, ઘૃણાસ્પદ અને અત્યંત ચિંતાજનક છે કે ઇઝરાયલના સંસદીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે બે બ્રિટિશ સાંસદોને ઈઝરાયલી અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે અને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે,” લેમીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
🚨BREAKING: Israel just told two antisemitic UK Labour MPs to KICK ROCKS.
Yuan Yang and Abtisam Mohamed were DENIED ENTRY into the Jewish state because they’re a security threat.
Israel is DONE playing nice with those who side with terrorists. No more red carpets for people who… pic.twitter.com/3M2D9fizzV
— Jews Fight Back 🇺🇸🇮🇱 (@JewsFightBack) April 5, 2025
ઈઝરાયલ સામે વિરોધ નોંધાવ્યો
લેમીએ પોતાના નિવેદનમાં કહ્યું કે મેં ઈઝરાયલી સરકારમાં મારા સમકક્ષોને સ્પષ્ટ કરી દીધું છે કે બ્રિટિશ સાંસદો સાથે આ રીતે વર્તન ન કરવું જોઈએ અને અમે આજે રાત્રે બંને સાંસદોના સંપર્કમાં છીએ જેથી અમારો ટેકો આપી શકીએ.
આ પણ વાંચો: ઉનાળામાં Periods Painથી રાહત કેવી રીતે મેળવવી? આ કરો ઉપાય
ગાઝામાં તાજેતરના હુમલાઓ પછી ઇઝરાયલ અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. બ્રિટિશ સરકારનું ધ્યાન યુદ્ધવિરામની પુનરાવૃત્તિ સુનિશ્ચિત કરવા અને રક્તપાત અટકાવવા, બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં સંઘર્ષનો અંત લાવવા પર છે. જેના કારણે ઈઝરાયલ બ્રિટનના આ વલણથી નારાજ હોય તેવું લાગે છે.
ગાઝામાં લશ્કરી કાર્યવાહી ફરી શરૂ
ગયા મહિને ઈઝરાયલ યુદ્ધવિરામનો ભંગ કર્યો અને ગાઝામાં ફરીથી હુમલાઓ શરૂ કર્યા. ઇઝરાયલ કહે છે કે આ આતંકવાદીઓને બંધકોને મુક્ત કરવા દબાણ કરવાની રણનીતિ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા મહિને ઈઝરાયલ ફરીથી હુમલાઓ શરૂ કર્યા ત્યારથી 1249 લોકો માર્યા ગયા છે, જેનાથી યુદ્ધ શરૂ થયા પછી કુલ મૃત્યુઆંક 50,609 થયો છે.