November 20, 2024

Rural Development: ગામડાઓના વિકાસ માટે 2.66 લાખ કરોડ ફાળવવામાં આવ્યા

Rural development: નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં ગામડાઓના વિકાસ માટે 2.66 લાખ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. મોદી 3.0નું આ પહેલું બજેટ છે જે નાણામંત્રી આ બજેટમાં ઘણી મોટી જાહેરાત કરી રહ્યા છે.
ગામડાઓના વિકાસ માટે ફાળવવામાં આવ્યા કરોડો
ગ્રામીણ વિસ્તારોમાં રોજગારનો અભાવ જોવા મળતો હોય છે. જેમાં સરકાર ગામડાઓના વિકાસની સાથે અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે આ પૈસા ફાળવવામાં આવે છે ઘણી એવી વસ્તુઓ છે જે ગામડાઓ ઉપર છે. જેમ કે કૃષિ. જેમાં કૃષિ ક્ષેત્ર માટે પણ બજેટમાં ઘણી જાહેરાત કરવામાં આવી છે. ગામડાઓના વિકાસ માટે 2.66 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.
પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો
નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવશે. તેની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2015માં પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજનાની શરૂઆત કરી હતી. જેમાં દેશના તમામ લોકો પાસે પોતાનું ઘર હોવું જોઈએ તે હેતુથી સરકારે આ યોજના શરૂ કરી હતી.  દેશના નબળા વર્ગો, શહેરી ગરીબો અને ગ્રામીણ ગરીબોને ઓછી કિંમતે મકાનો આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.
ડિજિટલ બજેટ આવ્યું
ડિજિટલ બજેટનું આગમન એ બજેટની પરંપરાઓમાં પરિવર્તનનું ચાલુ છે. દર વખતે બજેટ છપાયું છે પરંતુ કોરોના સમયગાળા દરમિયાન 2021 અને 2022માં ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, કેન્દ્રીય બજેટ 2021-2022 અને 2022-23 બજેટ વેબસાઇટ www.indiabudget.gov.in અને કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.