January 27, 2025

18 લાખ મોબાઈલ નંબર બંધ થશે!

Telecom Company: આજના સમયમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે DoTએ ટેલિકોમ કંપનીઓને 18 લાખથી વધુ મોબાઈલ નંબર બ્લોક કરવાનો આદેશ આપી દીધો છે. સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી પર સરકાર દ્વારા લેવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હોઈ શકે છે.

સૌથી મોટી કાર્યવાહી
ટેલિકોમ કંપનીઓ 18 લાખ મોબાઈલ નંબર બ્લોક કરી દેશે. તમને જણાવી દઈએ કે આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કહી શકાય. DoTએ હાલ 28 હજારથી વધુ મોબાઇલ હેન્ડસેટને ડિસ્કનેક્ટ કરવાનો આદેશ જારી કર્યો હતો. એક માહિતી અનુસાર હેન્ડસેટનો ઉપયોગ સાયબર ક્રાઈમ માટે થતો હતો. નાણાકીય છેતરપિંડીને લઈને એજન્સીઓને આ મોબાઈલ નંબરો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે 20 લાખથી વધુ નંબરને વેરિફાઈ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જેનો ઉપયોગ પણ આ મોબાઈલ હેન્ડસેટમાં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આઇફોન યુઝર્સને હવે મજા, વોટ્સએપ સ્ટેટસમાં આવ્યું આ ફીચર

ફરિયાદો નોંધવામાં આવી
માહિતી અનુસાર 20 લાખ મોબાઈલ નંબરમાંથી માત્ર 10 ટકા જ રિ-વેરિફિકેશન થયા છે. ટેલિકોમ કંપનીઓએ 15 દિવસની અંદર આ નંબરોની ચકાસણી કરાવવાની હતી. 2023માં સાયબર ફ્રોડ દ્વારા 10,319 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. NCRP પોર્ટલ પર સાયબર છેતરપિંડીની કુલ 6.94 લાખ ફરિયાદો નોંધવામાં આવી હતી. સાયબર ગુનેગારો છેતરપિંડી કરવા માટે વિવિધ ટેલિકોમ સિમનો ઉપયોગ કરતા હતા. આ સાથે આરોપીઓ એજન્સીઓથી બચવા માટે મોબાઈલ નંબર અને હેન્ડસેટ વારંવાર બદલી રહ્યા હતા. ગયા વર્ષના પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 2 લાખ સિમ કાર્ડ બ્લોક કરી દીધા હતા. આ તમામ વિશે સરકારનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓએ સિમ કાર્ડના ઉપયોગની પેટર્ન પર ચાંપતી નજર રાખવી પડશે.