કવર્ધામાં પિકઅપ પલટી જતાં 18 બૈગા આદિવાસીઓનાં મોત, ઘણા ઘાયલ
Kawardha Road Accident: છત્તીસગઢના કવર્ધાથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફુલ સ્પીડથી ચાલતી પીકઅપ પલટી જતાં 18 બૈગા આદિવાસીઓના મૃત્યુ પામ્યા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. આ તમામ લોકો જંગલમાંથી તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. રસ્તામાં પીકઅપ વાહન કાબુ બહાર જઈને 20 ફૂટ ખાડામાં પડી ગયું હતું અને પલટી ગયું હતું. કારમાં 35 થી 40 જેટલા લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
छत्तीसगढ़ के कवर्धा में हुआ सड़क हादसा अत्यंत पीड़ादायक है। इस दुर्घटना में जिन्होंने अपनों को खोया है, उनके प्रति मेरी शोक-संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है।
— Narendra Modi (@narendramodi) May 20, 2024
18 થી વધુ બૈગા આદિવાસીઓ મૃત્યુ પામ્યા
આ સમગ્ર મામલો કવર્ધાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાની ગામ પાસે બન્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સેમહારા ગામના લોકો જંગલમાંથી તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. પરત ફરતી વખતે પીકઅપ વાહન કાબુ બહાર જઈ 20 ફૂટ ખાડામાં પલટી ગયું હતું. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. આ તમામ બૈગા આદિવાસી છે.
આ ભયાનક માર્ગ અકસ્માતમાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન, ઘાયલોના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Chhattisgarh Road Accident) માટે મોકલવામાં આવ્યા છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
Chhattisgarh Deputy CM Vijay Sharma says, "The news of the death of 15 people due to the overturning of a pick-up vehicle full of workers in Kawardha is extremely painful. My condolences are with all the families who have lost their loved ones in this accident. Along with this,… https://t.co/F2Flvs6Qui pic.twitter.com/WH8FD9kEwL
— ANI (@ANI) May 20, 2024
નોંધનીય છે કે, આ પહેલા 9 એપ્રિલે દુર્ગના કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કેડિયા કંપનીના કર્મચારીઓને લઈને જતી બસ કાબૂ બહાર જઈને 25 ફૂટ ઊંડી ખાઈમાં પલટી ગઈ હતી. આ અકસ્માત (Road Accident)માં 13 લોકોના મોત થયા હતા જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા.