January 1, 2025

Plane Crash: 24 કલાકમાં 3 મોટી વિમાન દુર્ઘટના, ક્યાંક પ્લેનમાં આગ લાગી તો ક્યાંક રનવે પર લપસી ગયું

Plane Crash: દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે (29 ડિસેમ્બર 2024) એક મોટો વિમાન અકસ્માત થયો હતો, જેમાં 179 લોકોના મોત થયા હતા. બચાવકર્મીઓએ અકસ્માત સ્થળેથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં પ્લેન સંબંધિત ત્રણ ઘટનાઓ સામે આવી છે, જેમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

દક્ષિણ કોરિયા પ્લેન દુર્ઘટના
યોનહાપ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ અકસ્માત સવારે 9:07 વાગ્યે થયો હતો જ્યારે જેજુ એરનું વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી ગયું હતું અને મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાડની દિવાલ સાથે અથડાયું હતું. બેંગકોકથી પરત ફરી રહેલા આ પ્લેનમાં ક્રૂના છ સભ્યો સહિત કુલ 181 લોકો સવાર હતા. આ વિમાનમાં બે મુસાફરો થાઈલેન્ડના અને બાકીના દક્ષિણ કોરિયાના હતા. અધિકારીઓને આશંકા છે કે લેન્ડિંગ ગિયરમાં ખરાબી પક્ષીઓની ટક્કરથી થઈ હશે, જેના કારણે આ દુર્ઘટના થઈ શકે છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ આ અંગે ઉચ્ચ અધિકારીઓની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

કેનેડામાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
આ પહેલા શનિવારે રાત્રે એર કેનેડાના વિમાનને હેલિફેક્સ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. PAL એરલાઈન્સની ફ્લાઈટ AC2259 શનિવારે રાત્રે દુર્ઘટનાથી બચી ગઈ હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પ્લેનમાં ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ બાદ પ્લેનમાં આગ લાગી હતી. લેન્ડિંગમાં થોડો વિલંબ પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

નોર્વેમાં રનવે પર પ્લેન લપસ્યું
શનિવારે મોડી રાત્રે નોર્વેના ઓસ્લો ટોર્પ સેન્ડફિઓર્ડ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન KLM રોયલ ડચ એરલાઇન્સ (KLM Royal Dutch Airlines)નું વિમાન લપસી ગયું હતું. ઓસ્લો એરપોર્ટથી એમ્સ્ટરડેમ જઈ રહેલા બોઈંગ 737-800 એરક્રાફ્ટની હાઈડ્રોજન સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. આ પછી પ્લેનને ઓસ્લોથી 110 કિમી દક્ષિણે આવેલા સેન્ડફિઓર્ડ એરપોર્ટ પર લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સુરક્ષિત લેન્ડિંગ હોવા છતાં, પ્લેન રનવે પરથી લપસી ગયું અને નજીકના ઘાસવાળા વિસ્તારમાં અટકી ગયું. આ પ્લેનમાં કુલ 182 લોકો સવાર હતા