LSG ખેલાડી અને વૈભવ સૂર્યવંશીનો વીડિયો થયો વાયરલ, સાંભળીને તમે પણ હસી પડશો

IPL 2025: પોતાની ઉંમરને કારણે હેડલાઇન્સમાં વૈભવ સૂર્યવંશી જોવા મલી રહ્યો છે. હવે તેની ઉંમરના સાથે તેની બેટિંગમાં પણ વખાણ થઈ રહ્યા છે. તેણે પોતાના પહેલા બોલમાં જ સાબિત કર્યું કે તેના પર કોઈ દબાણ નથી. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 20 બોલમાં 34 રનની ટૂંકી પણ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેમાં તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
View this post on Instagram
આ જોસ બટલરનું બેટ
રાજસ્થાન રોયલ્સ દ્વારા મેચ પછીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વૈભવ સુરવંશી લખનૌના ખેલાડીઓ સાથે જોવા મળે છે. લખનૌમાં રહેલા અર્શીન કુલકર્ણીને પોતાનું એક બેટ આપતાં તેણે કહ્યું, “આ બેટ ખૂબ સારું છે, આ જોસ બટલરનું બેટ છે.” પછી નજીકમાં ઉભેલા એક ખેલાડી કહે છે, તમે તેને તેનું બેટ કેમ આપી રહ્યા છો. આના પર કુલકર્ણી વૈભવને કહે છે, “આ રેકોર્ડ કરો, તે 14 વર્ષથી લોકોને પાગલ બનાવી રહ્યો છે. તેના પર વૈભવ કહે છે કે મારી પાસે બેટ નથી, મેં મેચ સંજુ ભાઈના બેટથી મેચ રમી છે.