ચેમ્પિયન્સ ટ્રોફીની થશે ટૂંક સમયમાં થશે જાહેરાત, આ ખેલાડીઓમાંથી કોણ બનશે વાઇસ કેપ્ટન?
Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાના તમામ ચાહકોની રાહ આજના દિવસે પુર્ણ થવાની છે. કારણ કે આજના દિવસે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. જોકે ટીમમાં જગ્યા માટે ખેલાડીઓ વચ્ચે ઘણો મુકાબલો ચાલી રહ્યો છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. પરંતુ ઉપ-કેપ્ટન્સી માટે ઘણા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહ્યા છે. આવો જાણીએ એ ખેલાડીઓ વિશે કે જેના નામ ઉપ-કેપ્ટન્સી માટે ચર્ચામાં છે.
આ પણ વાંચો: જમાલપુર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચાલ્યું, પોલીસ બંદોબસ્તની ફાળવણી કરાઈ
રોહિતની છેલ્લી કપ્તાની
ઉપ-કેપ્ટન તરીકે, BCCI એવા ખેલાડીની શોધમાં છે કે જે રોહિતની જગ્યા પર આગામી દિવસોમાં ટીમની કમાન સંભાળી શકે છે. જેના કારણે એવા ખેલાડીને ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવશે જે ખેલાડી રોહિત પછી પણ ટીમની સારી રીતે કમાન સંભાળી શકે છે. જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને રિષભ પંત અને કેએલ રાહુલ નામની ચર્ચા થઈ રહી છે. રોહિત શર્મા વિશે એવું માનવામાં આવે છે કે જો તે ટીમ માટે આ ખિતાબ જીતી ન શકે તો કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ટૂર્નામેન્ટ બની શકે છે.