December 26, 2024

દીવ જિલ્લા BJPના પૂર્વ પ્રમુખની હોટેલમાં 12થી વધુ મહિલા-પુરુષો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઝડપાયા

દીવ: ગુજરાતના લોકો માટે દીવ એ પ્રચલિત અને ફરવા માટે પસંદગીનું વિશેષ સ્થળ છે. જેની પાછળ ઘણાં કારણો છે. એક પર્યટકને જે જોઇએ તે બધું જ ત્યાં મળી રહે છે. પરીવારની સાથે ફરવા માટે શ્રેષ્ઠ સ્થાન તરીકે દિવ ઉભરી આવ્યું છે. પરંતુ હવે દીવની હોટેલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલુ થઈ ગઈ છે એવી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્ટાફ દ્વારા દીવ જિલ્લા બીજેપીના પૂર્વ પ્રમુખ બિપીન શાહની ધ તુલીપ હોટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

દીવની ધ તુલીપ હોટેલમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ હોટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્ટાફ દ્વારા દરોડા પડાયા હતા. આ હોટેલ દીવ જિલ્લાના બીજેપીના પૂર્વ પ્રમુખ બિપીન શાહની છે. રેઇડ પાડતા પોલીસે 12થી વધુ મહિલા અને પુરુષોને ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઝડપી પાડ્યા છે.

પોલીસને દીલની ધ તુલીપ હોટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિની બાતમી મળી હતી જે બાદ દીવ જિલ્લા પોલીસ સહિતનો કાફલો રેઇડ કરવા હોટેલ પર દોડી આવ્યો હતો. અને પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર મહિલાઓ પુરુષો અને હોટેલ મેનેજર વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. જોકે દીવની ધ તુલીપ હોટલમાં પોલીસે દરોડા પાડતા સ્થાનિક હોટેલ માલિકોમાં ફફડાટ પેલાઈ ગયો છે.