December 26, 2024

બીજા લગ્નમાં અડચણ બનેલી 11 માસની દીકરીનું માતાએ ગળું કાપી હત્યા કરી

અમદાવાદ: આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારથી નગરના નાથ જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા છે ત્યારે જમાલપુર વિસ્તારમાંથી જ એક ભયાનક ઘટના સામે આવી છે જ્યાં એક માતા કુમાતા બની છે. પ્રેમમાં અંધ એક માતાએ પોતાની જ 11 માસની બાળકીને રહેંસી નાંખી છે. 11 માસની બાળકી માતાના બીજા લગ્નમાં અડચણ બનતી હોવાથી માતાએ જ પોતાની દીકરીના ગળા પર બ્લેડ મારી તેને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો: સુરતમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, સાત લોકોના મોત

શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ નોંધાયો છે. જમાલપુર વિસ્તારમાં મોડીરાત્રે 11 મહિનાની બાળકીની હત્યાની ખબરથી વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. કારણ કે આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ બાળકીની માતાએ જ કરી હતી. જમાલપુરના છીપા વાડામાંની આ ઘટના છે જ્યાં 11 માસની બાળકીની માતાએ જ હત્યા કરી છે. માતાને બીજા લગ્ન કરવા હોવાથી બાળકીની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

બાળકીના ગળાના ભાગે બ્લેડ મારીને જનેતાએ તેની હત્યા કરી હતી. હાલમાં ગાયકવાડ હવેલી પોલીસે માતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.