Live Updates: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ
ગાંધીનગર : ગુજરાતના ગાંધીનગર ખાતે આજે વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ સમિટનો પ્રારંભ થઇ રહ્યો છે, નોંધનીય છે કે કોરોના મહામારી બાદ પહેલી વાર વાઇબ્રન્ટનું આયોજન થઇ રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી આજે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન કરશે. આ સમિટ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી રહેશે. આ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો હાજર રહેશે. સમિટમાં 34 દેશ અને 16 સંસ્થાઓ ભાગ લેશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરી એટલે કે આજે સવારે 9:45 કલાકે આ કાર્યક્રમનું નરેન્દ્ર મોદી હસ્તક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાગ લેશે. સમિટમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આત્મનિર્ભર ભારત માટે સમૃદ્ધ ગુજરાતના વિઝન સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરશે.
#WATCH | Prime Minister Narendra Modi, UAE President Mohamed bin Zayed Al Nahyan, Prime Minister of the Czech Republic Petr Fiala, Mozambique President Filipe Jacinto Nyusi, President of Timor-Leste José Ramos-Horta, Gujarat CM Bhupendra Patel, Gujarat Governor Acharya Devvrat at… pic.twitter.com/RH36shHTzT
— ANI (@ANI) January 10, 2024
ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય : પીએમ મોદી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતને વિકસિત બનાવવાનું અમારુ લક્ષ્ય છે. તમારા સપના એ મોદીનો સંકલ્પ છે. આજે ભારત ઝડપથી બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વિશ્વમિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. વધુમાં પીએમએ કહ્યું કે ભારતના આઝાદીના ૭૫ વર્ષ પુરા થયા છે અને હવે આવતા ૨૫ વર્ષના લક્ષ્ય પર કામ કરી રહ્યા છે. ભારત જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ પુરા થયાની ઉજવણી કરશે ત્યારે અમે ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે. આ ૨૫ વર્ષનો સમયગાળો ભારત માટે અમૃતકાળ છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે યુએઇના રાષ્ટ્રપતિ આ સમિટના આયોજનમાં હાજરી આપી તેમનું અમારા માટે ખૂશીની વાત છે.
#WATCH | At the Vibrant Gujarat Global Summit 2024 in Gandhinagar, PM Narendra Modi says, "Today, India is the fifth largest economy in the world. 10 years ago, India was on the 11th position. Today, all major agencies estimate that India will be in the top three economies of the… pic.twitter.com/5woR7xVK0s
— ANI (@ANI) January 10, 2024
દેશ-વિદેશોના પ્રતિનિધોઓનું સ્વાગત છે : સીએમ ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટમાં વિશ્વભરમાંથી ગુજરાત આવેલા ૩૪ ભાગીદાર દેશો અને ૧૩૦થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરુ છુ. વધુમાં સીએમએ કહ્યું કે પીએમ મોદીએ એક પરિવાર, ‘એક ધરતી, , એક ભવિષ્ય’નો વિચાર વિશ્વની સામે મૂક્યો છે. ભારતના G20 અધ્યક્ષતાની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતના ગ્લોબલ સમિટમાં 9:45 વાગે પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ધાટન માટે પહોચ્યા હતા. ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં પીએમ સાથે યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના પીએમ પેટ્ર ફિઆલા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર-લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વાઇબ્રન્ટ મહાત્મા મંદિર ખાતે આવ્યા હતા. સમિટના ઉદ્ધાટન બાદ UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાએ મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધિત કર્યું હતું.
#WATCH | Gujarat CM Bhupendra Patel says "…I welcome 34 partner countries and delegates from over 130 countries to the Vibrant Gujarat Summit…PM Modi has taken the idea of 'One Earth, One Family, One Future' to the world. The success of India's G20 presidency has made the… pic.twitter.com/lqdS9ZkXQw
— ANI (@ANI) January 10, 2024
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાણો કોણે કોણે હાજરી આપી
પીએમ નરેન્દ્ર મોદીએ 2003માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વાર વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે એટલું મોટું થઈ ગયું છે કે ગુજરાત સરકાર છ મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. પહેલાવાર જ્યારે શરુ થયું હતુ ત્યારે 750 પ્રતિનિધિઓ જ આ સમિટનો ભાગ હતા જો કે હવે તેમની સંખ્યા વધીને 1 લાખથી વધુ થઈ ગઈ છે. બીજી બાજુ ગુજરાતની વિકાસયાત્રામાં વાઈબ્રન્ટ ગુજરાત નામ પણ ઉમેરાયું છે.
#WATCH | External Affairs Minister Dr S Jaishankar attends Vibrant Gujarat Global Summit 2024 in Gandhinagar's Mahatma Mandir Convention & Exhibition Centre. pic.twitter.com/0LuLkrijbL
— ANI (@ANI) January 10, 2024
આ પણ વાંચો : PMએ ગુજરાત ગ્લોબલ સમિટમાં કહ્યું; 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું અમારું લક્ષ્ય
મને ગુજરાતી હોવાનું અભિમાન છે : મુકેશ અંબાણી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ધાટન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું, ત્યારબાદ દેશ-વિદેશથી આવેલાં મહેમાનોએ સમિટમાં સંબોધન કર્યું હતું, ખાસ કરીને ગુજરાતના ઉદ્યોગપતિઓ પણ આ સમિટમાં પોતાના વિચારો રજુ કર્યાં હતા. આ સમિટમાં મુકેશ અંબાણી સંબોધનમાં કહ્યું કે મને ગુજરાતી હોવાનું અભિમાન છે. હું ગુજરાતના એક શહેરમાંથી જ છું. ગુજરાતમા કોઈ એવું સમિટ નથી જે આટલા સમય સુધી સતત ચાલતું રહ્યું હોય. કેટલાંક લોકો પૈકી હું એવો છું જે દરેક સમિટમાં ભાગ લઈ શક્યો છું. જેનો મને ગર્વ છે. એક નેતાને કારણે નવું ગુજરાત થઇ ગયું છે. વધુમાં કહ્યું કે આજનો આ આપણો વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીને કારણે આવ્યો છે. મોદી હૈ તો મુન્કીન હૈ – નો અર્થ શું છે એમ મારા વિદેશના મિત્રો પુછે છે તો હું કહું છું કે, ભારતના પીએમ વિઝન કરી અને તેનું અમલીકરણ કરે છે, અશક્યને શક્ય બનાવે છે. મારા પિતા ધીરૂભાઈ અંબાણી નાનપણમાં મને કહેતા હતા કે ગુજરાત હંમેશા તમારી કર્મભુમિ રહેશે. હું આજે ફરી કહું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે. રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતમાં કર્યું છે જેથી જેમાંથી એક તૃતિયાંશ ગુજરાતમાં જ રોકાણ કર્યું છે. વધુમાં અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ગુજરાતના વિકાસમાં સતત રોલ ભજવશે. ગ્રીન ગ્રોથમાં પણ ગુજરાતને અમે સપોર્ટ કરીશું. આ માટે રિલાયન્સના ગ્રીન બિલ્ડીંગ જામનગરમાં બનાવવાની શરૂઆત કરી છે. ગ્રીન પ્રોડક્ટ બનાવીશું, વિશ્વભરમાં રિલાયન્સ જીયો એ સૌથી મોટું નેટવર્ક સ્થાપી ચૂક્યું છે. ગુજરાતમાં 5જી ઉપલબ્ધ છે. 5જી માં એ.આઈ. ટેક્નોલોજી ગુજરાતના વિકાસમાં મદદ કરશે, રિલાયન્સ રીટેઈલ ક્વોલિટી પ્રોડક્ટ બનાવે છે જેમાં વધારે સારી સર્વિસ આપીશું. વધુમાં ઉમેર્યું હતું કે પીએમ મોદીએ ગુજરાતમાં ઓલમ્પિકની જાહેરાત કરી છે તે માટે એજ્યુકેશન, સ્પોર્ટસ અને સ્કીલ ઈન્ફ્રાસ્ટ્રકટર બનાવવા માટે સપોર્ટ કરીશું. અને છેલ્લે કહ્યું ગુજરાત એકલું 3 ટ્રિલિયન ઈકોનોમિ બનશે એવો મને વિશ્વાસ છે. મોદીનો સમય ભારતને સમૃદ્ધતા અને વિકાસ તરફ આગળ લઈ જશે.
"No power on earth can stop India from becoming a 35 trillion-dollar economy by 2047" says Mukesh Ambani at VGGS 2024
Read @ANI Story | https://t.co/8M2LCH6UAl#MukeshAmbani #VibrantGujaratGlobalSummit #Reliance pic.twitter.com/tyQ99mLxl5
— ANI Digital (@ani_digital) January 10, 2024
2047 સુધીમાં ભારત પૂરેપૂરું વિકસિત થઈ જશે : ગૌતમ અદાણી
ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ આ સમિટનો હિસ્સો હતા. ગૌતમ અદાણીએ સમિટમાં સંબોધન કર્યું હતું, જેમાં અદાણીએ કહ્યું હતું કે 10માં વાઇબ્રન્ટ સમિટનો ભાગ બનવું એ સારી બાબત છે. 2014થી ભારતનો જીડીપી અને કેપિટલ ઈન્કમ વધી છે. સોલર એનર્જી પ્લેટફોર્મ અને જી-20ની અધ્યક્ષતાએ એક બેન્ચ માર્ક સેટ કર્યો છે. વધુમાં અદાણીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીજી, તમે ભવિષ્યની કલ્પના કરતાં નથી પણ તેને આકાર આપો છો. હજુ ઘણું સારું થવાનું બાકી છે. 2047 સુધીમાં ભારત પૂરેપૂરું વિકસિત થઈ જશે. 2025 સુધીમાં 55 હજાર કરોડનું રોકાણ કરવાનું કહ્યું હતું જેમાં લગભગ 50 હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે. કચ્છના ખાવડામાં 30 ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને એ પ્રકારનો પ્લાન્ટ નાખીશું. ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું જેમાં સોલાર પેનલ, વીન્ડ ટર્બાઈન, કોપર અને સમિનેટ્ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આગળના 5 વર્ષ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશું અને 1 લાખ લોકોને રોજગારી આપીશું.
#WATCH | Vibrant Gujarat Global Summit 2024 | Adani Group Chairperson Gautam Adani says, "… Vibrant Gujarat is a stunning manifestation of your (PM Modi) extraordinary vision. It has all your hallmark signatures, merging grand ambition, massive scale, meticulous governance and… pic.twitter.com/dW0LcRAhhb
— ANI (@ANI) January 10, 2024
અંદાજે 10.31 લાખ કરોડના MOU
કોરોનાકાળ બાદ પહેલી વાર ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. નોંધનીય છે કે ગુજરાતમાં દર બે વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે. આ ગુજરાત વાયબ્રન્ટની શરૂઆત વર્ષ 2003માં ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. આ વખતે આ 10મી ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજાઇ છે. આ સમિટમાં દુનિયાભરનાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. માહિતી અનુસાર એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MOU હોવાનું સામે આવ્યું છે. CMની ઉપસ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ એક જ દિવસમાં થયેલા MOU પૈકી 3.70 લાખ રોજગારી સર્જન થશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
Under the leadership of the Hon’ble CM Shri @Bhupendrapbjp, GoG formalized Several MoUs amounting to more than ₹ 7 Lakh Crore. in a single day, with the highest investment in the petrochemicals, oil, and gas sectors. (1/3) pic.twitter.com/VsgxQiNxgC
— Vibrant Gujarat (@VibrantGujarat) January 3, 2024
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ વિશ્વભરની હસ્તીઓએ ભાગ લીધો હતો. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024માં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું. જેમાં ગ્લોબલ કંપનીઓના 75 જેટલા સીઇઓ પણ આવ્યા હતા જેમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓનો હાજર રહ્યાં હતાં. આવો જાણીએ વાઇબ્રન્ટ સમિટમાં કઇ કઇ હસ્તીઓ હાજર રહી હતી.
વિદેશના ક્યા ક્યા ઉદ્યોગપતિઓ રહેશે હાજર |
ભારતના ક્યા ક્યા ઉદ્યોગપતિ રહેશે હાજર |
સુલતાન અહેમદ બીન સુલેમાન (યુએઇ) |
મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) |
સંજય મેહરોત્રા (યુએસએ) |
એન.ચંદ્રશેખરન (ટાટા સન્સ) |
જહોન ટટલ (યુએસએ) |
બાબા કલ્યાણી (ભારત ફોર્જ) |
ટોશીહીરો સુઝુકી (જાપાન) |
સંજીવ પુરી (આઇટીસી) |
માઇકલ સીન (સિંગાપોર) |
ઉદય કોટક (કોટક મહિન્દ્રા બેન્ક) |
કીથ સ્વેન્ડર્સન (ડેનમાર્ક) |
કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રૂપ) |
યુસુફ અલી એમ.એ (યુએઇ) |
દિલીપ સંઘવી (સન ફાર્મા) |
ટાકિયો કોનીશી (ફિલિપાઇન્સ) |
હર્ષપતિ સિંઘાનિયા (જેકે પેપર) |
ઓગસ્ટે ટાનો (યુએસએ) |
ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ) |
લાલ કરસનભાઇ (યુએસએ) | લક્ષ્મી મિત્તલ (આર્સેલર મિત્તલ) |
વિવેક લાલ (યુએસએ) | વિજય શેખર શર્મા (પેટીએમ) |
બર્ટ ટેન ઓડેન (નેધરલેન્ડ) | સમીર નિગમ (ફોન પે) |
વ્લાદીમીર કાઝબેકોવ (શાંઘહાઇ) | પંકજ પટેલ (ઝાયડસ) |
ઓમર અલ મહરીઝી (ઓમાન) | અમિત સિંગલે (એશિયન પેઇન્ટ્સ) |
એરીક સોલ્હેમ (સ્વીત્ઝર્લેન્ડ) | દિનેશ કુમાર ખારા (એસબીઆઇ) |
નગુયેન સાન ચાઉ (વિયેટનામ) | અનિલ અગ્રવાલ (વેદાંતા ગ્રુપ) |
મોહમ્મદ ઇ. અલ મહેંદી (યુએઇ) | વેંકટ એન (કેપજેમિની) |
માસાહીરો ક્વાઇ (સીઇઓ, એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઇન્સ્ટી.) | સંજય ગુપ્તા (ગૂગલ) |
મોહ ઇદ (ઇટાલી) | મહેન્દ્ર નેરૂકર (એમેઝોન) |
પિયુષ ગુપ્તા (સિંગાપોર) | સ્વરૂપ આનંદ મોહંતી (મીરાઇ) |
ફિલિપ સ્મીથ (યુકે) | હિરોશી ઇબિના (નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા) |
પ્રો.ઇયાન માર્ટીન (ઓસ્ટ્રેલિયા) | યોજી તાગુચી (મિત્શુબીશી કોર્પો.ઇન્ડિયા) |
રીતુ અરોરા (સિંગાપોર) | વિક્રમ કસ્બેકર (હીરો મોટો કોર્પ) |
એડવર્ડ નાઇટ (યુએસએ) | હર્ષા અગ્રવાલ (ઇમામી ગ્રૂપ) |
ક્રિસ્ટોફર હેસલર (યુએસએ) |
તરૂણ મહેતા (એથર એનર્જી) |
આ પણ વાંચો : પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન