December 17, 2024

હોળી-ધુળેટી માટે 108 છે તૈયાર, તમે પણ રાખો આટલી તકેદારી

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: 24 અને 25 માર્ચે હોળી-ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્ય અને દેશમાં હોળી અને ધુળેટીની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ તહેવારના દિવસોમાં 108 ઇમરજન્સી સેવામાં 30 ટકા જેટલો વધારો થઈ જાય છે. જેના લઈને 108ની ટીમ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તહેવારોના સમયે રાજ્યમાં અરવલ્લી, ભરૂચ, ભાવનગર, દાહોદ, મહીસાગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, સુરત અને વલસાડમા સૌથી વધુ કોલ્સ આવી શકે તેવી સંભાવના છે.

ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં 108ના COO જશવંત પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, હોળીને દિવસે 8.20 ટકા વધુ કોલ્સ સાથે અંદાજીત 4 હજાર જેટલા ફોન કોલ્સ ઇમજન્સીના આવી શકે છે, પરંતુ ઘુળેટીના પર્વે તેમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે. ગત વર્ષના તારણોને આધારે આ વર્ષે અંદાજીત 4788 ઇમરજન્સી કોલ્સ આવી શકે છે. હોળી અને ઘુટેળીમાં મુખ્યત્વે વાહન અકસ્માતમાં અનુક્રમે 42.57 ટકા અને 103.10 ટકાનો વઘારો જોવા મળી શકે છે. આ સાથે ટ્રોમા ઇમરજન્સીમાં અનુક્રમે 53.39 ટકા અને 148.31 ટકા વઘવાની સંભાવના રહેલી છે. મહત્વનું છે કે, ઇમરજન્સી સેવા 108માં દૈનિક 3700 જેટલા ફોન કોલ્સ આવે છે, પરંતુ તહેવારના સમયે તેમાં વધારો જોવા મળતો હોય છે.

આ પણ વાંચો: હોળીના રંગમાં ભંગ ના પડે તેનું રાખો ધ્યાન, કરો આટલી તૈયારી

ધુળેટીમાં રંગવાને લઇને સામાન્ય બોલાચાલીથી લઇને ઝઘડાઓ વિકરાળ સ્વરૂપ પણ ઘારણ કરી લેતા હોય છે ત્યારે ફીઝીકલ એસોલ્ટના કેસોમાં 299.17 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે પાણીમાં પડી જવાના કેસોમાં 63 ટકાનો વઘારો જોવા મળ્યો છે. નોર્મલ દિવસોમાં પાણીમાં પડી જવાના સામાન્ય એક કેસ સામે આવતો હોય છે, જે વધીને ધુળેટીના પર્વ પર કેસો 22 થઈ જાય છે. એટલે કે 2100 ટકાનો વધારો જોવા મળ્યો છે.

હોળીના તહેવારમાં શું કરવુ અને શું ના કરવુ જોઈએ

  • શું કરવુસનગ્લાસ તમારી આંખોને રંગોના હાનિકારક રસાયણોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
    કોઈપણ કટોકટીના કિસ્સામાં -108 પર ફોન કરો
    સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો
    હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો
    હોળી રમતી વખતે આંખો અને હોઠને ચુસ્તપણે બંધ રાખો. જેથી રંગો આંખ કે મોઢામાં ના જાય.
    હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહો
    ફુગ્ગા કે રંગોથી બચવા માટે હેલ્મેટ પહેરો
    મુસાફરી કરતી વખતે તમારી પાસે AC કાર ન હોય તો પણ કારની બારીઓ સારી રીતે બંધ રાખો.
    જો તમે શેરીઓમાં નીકળો તો ટોળાઓ સાથે રહેશો નહીં.
  • શું ના કરવુઅસ્વચ્છ પાણીવાળા સ્ટોલમાંથી ખોરાક/મીઠાઈ ન ખાવી
    ચહેરા/આંખો/કાન તરફ નિર્દેશિત પાણી/ફૂગ્ગા ફેંકશો નહીં
    તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો.
    ભાંગ પીધા પછી વાહન ચલાવવું નહીં
    હોળી ના દિવસે બહાર એકલા નીકળવું ટાળવું, કારણકે અસમાજિક તત્વો દ્વારા પજવણી થઈ શકે
    હોળી અંગત મિત્રો અને પરિવારજનોએ સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી
    ભીનાશ વાળી અને લપસણી જગ્યા એ ચાલવાનું ટાળવું
    ભીના હાથે વિધ્યુત ઉપકરણો નો ઉપયોગ કરવાનું ટાળવું