December 23, 2024

સ્વિટ્ઝર્લેન્ડમાં ભારત સહિત વિશ્વના 100 નેતા થયા ભેગા, હવે રશિયા-યુક્રેન યુદ્ધ અટકશે?

Switzerland Summit: આ વર્ષે માર્ચમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારતને ઔપચારિક શાંતિ સમિટનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે ભારતે રશિયા-યુક્રેન સંઘર્ષ પર સ્વિટ્ઝર્લેન્ડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય શાંતિ સમિટમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલવામાં આવ્યું છે.

વડા રહ્યા હાજર
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે હજુ સુધી આ સંઘર્ષ અટકશે એવું લાગી રહ્યું નથી. જેના કારણે યે, રશિયા-યુક્રેન સંઘર્ષ માટે શાંતિ યોજના બનાવવા માટે વિશ્વભરના 100 થી વધુ નેતાઓ શનિવારે સ્વિટ્ઝરલેન્ડમાં એકઠા થયા હતા. તમને જણાવી દઈએ આ નેતાઓમાં દક્ષિણ અમેરિકન, મધ્ય પૂર્વ અને એશિયન દેશોના પ્રમુખો અને યુએસના ઉપપ્રમુખ કમલા હેરિસ અને યુરોપિયન યુનિયનના વડા પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: પોતાના જ લોકોને જીવવા નહીં દે પાકિસ્તાન, હવે શાહબાઝ સરકાર ફોડશે ‘ટેક્સ બોમ્બ’

શાંતિના પ્રયાસો
રશિયા-યુક્રેન શાંતિ યોજના બનાવવા માટે આ એક મહત્વનો પ્રયાસ ગણી શકાય. શાંતિ સમિટ માટે આ વર્ષે માર્ચમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારતને પણ આમંત્રણ આપ્યું હતું. જાન્યુઆરી 2024માં જાહેરાત કરવામાં આવી હતી કે દેશ રશિયા-યુક્રેન યુદ્ધ માટે શાંતિ સૂત્ર પર વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સ એ સમય પર કરવામાં આવી રહી છે કે ગઈ કાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે માંગ કરી હતી કે યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે તેને વધુ જમીન આપવી પડશે. જોકે આ બાજૂ નાટો દ્વારા આ દરખાસ્તોને નકારી કાઢવામાં આવી હતી.