પ્રોવિડન્ટ ફંડના 3માંથી 1 ક્લેમ થઈ રહ્યા છે રિજેક્ટ!
Provident Fund: PFના ફાઇનલ સેટલમેન્ટ ક્લેમમાં રિજેક્ટ થવાના દરમાં છેલ્લા 5 વર્ષમાં 34 ઘણો વધી ગયો છે. એટલે કે ત્રણમાંથી 1 ક્લેમ રિજેક્ટ થઈ રહ્યો છે. EPFOના આંકડાઓ અનુસાર વર્ષ 2022-23માં PF ફાઈનલ સેટલમેન્ટમાં કુલ 73 લાખ 87 હજાર ક્લેમ આવ્યા. જેમાંથી લગભગ 34 ટકા એટલે કે 24 લાખ 93 હજાર ક્લેમ રિજેક્ટ થયા છે. જ્યારે આપણે PF ખાતામાં પૈસાને ઉપાડવા માટે ક્લેમ કરીએ છીએ. તો એ સમયે અરજદારનું નામ UAN, EPFOમાં સામેલ થવાની તારીખ, બેંક ખાતા, KYCથી જોડાયેલા ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. આમાંથી કોઈ પણ માહિતી EPFOમાં નોંધાયેલા માહિતીથી અલગ લાગે છે તો ક્લેમ રિજેક્ટ થઈ જાય છે. તો ચાલો એક નજર કરીએ કે કયા કારણે PF ક્લેમ રિજેક્ટ થાય છે?
ઓનલાઈન પ્રોસેસિંગને કારણે આંકડો વધ્યો
EPFO અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓનલાઈન પ્રોસેસિંગને કારણે ક્લેમ રિજેક્ટ થવાની સંખ્યામાં વધારો થયો છે. અગાઉ કંપની આ દાવાના દસ્તાવેજોની તપાસ કરતી હતી. એ બાદ તે EPFO પાસે આવતું, પરંતુ હવે તેને આધાર સાથે લિંક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યુનિવર્સલ એકાઉન્ટ નંબર પણ જારી કરવામાં આવ્યા છે. હવે લગભગ 99 ટકા ક્લેમ માત્ર ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
24.93 લાખ ક્લેમ ફગાવી દેવામાં આવ્યા
માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 73.87 લાખ અંતિમ PF ક્લેમ સેટલમેન્ટ્સ પ્રાપ્ત થયા હતા. તેમાંથી 24.93 લાખ ક્લેમને ફગાવી દેવામાં આવ્યા હતા. જે કુલ ક્લેમના 33.8 ટકા છે. નાણાકીય વર્ષ 2017-18માં આ આંકડો 13 ટકા અને 2018-19માં 18.2 ટકા હતો. નાણાકીય વર્ષ 2019-20માં રિજેક્ટ દર 24.1 ટકા, 2020-21માં 30.8 ટકા અને 2021-22માં 35.2 ટકા હતો.
નાની ભૂલો તમને મોંઘી પડે
EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં રિજેક્ટ ક્લેમના દરમાં વધારાનો આ મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. અગાઉ, EPFOનું હેલ્પ ડેસ્ક કર્મચારીની અરજીમાં સુધારા કરવા માટે વપરાય છે. આ બહુ નાની ભૂલો છે. જો કોઈની જોડણી ખોટી હોય અને ક્યાંક એક-બે નંબર ખોટો હોય તો ક્લેમને રિજેક્ટ કરવામાં આવે છે. હવે જ્યારે આ કામ ઓનલાઈન થાય છે, ત્યારે ક્લેમ રિજેક્ટ થવાનો દર વધી રહ્યો છે. જેના કારણે EPFO સબસ્ક્રાઈબર્સને ઘણી સમસ્યાઓ થઈ રહી છે.
EPFO સેવાઓમાં સુધારો કરવાનું ચાલુ રાખશે
EPFOના લગભગ 29 કરોડ ગ્રાહકો છે. તેમાંથી 6.8 કરોડ એક્ટિવ સબસ્ક્રાઈબર છે. EPFOએ કહ્યું છે કે તે સબસ્ક્રાઇબરના હિતમાં કામ કરી રહ્યું છે. આ માટે સેવાઓમાં સુધારો થતો રહે છે. અમે ક્લેમ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. ઉપરાંત લગભગ 99 ટકા ક્લેમનું સમાધાન કરવામાં આવ્યું છે.