કોણ છે Vipraj Nigam જેણે દિલ્હી કેપિટલની ટીમને જીત અપાવી?

Who is Vipraj Nigam: આઈપીએલની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. ચાહકોને એક પછી એક રોમાંચક મેચ જોવા મળી શકે છે. દિલ્હી અને લખનૌ વચ્ચે ચોથી મેચ હતી. જેમાં દિલ્હીની ટીમની જીત થઈ છે. દિલ્હીને જીત અપાવવામાં આશુતોષ સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમણે માત્ર 31 બોલમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ માટે તેને મેન ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ મોટા ભાગના લોકો તેને જાણતા હશે નહીં. આવો જાણીએ તેના વિશે.

આ પણ વાંચો: IPL 2025: વિરાટ અને ધોની સાથેના સંબંધો કેવા છે? ધોનીએ ખુદી કહી આ વાત

વિપ્રાજ નિગમ કોણ છે?
ઉત્તર પ્રદેશના પ્રતિભાશાળી લેગ-સ્પિનર ​​વિપરાજે 2024-25 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી છાપ છોડી હતી. આ પછી તેણે 7 મેચમાં 8 વિકેટ લીધી હતી. અહિંયા તેણે એવી શાનદાર બેટિંગ કરી હતી કે આંધ્રપ્રદેશ સામેની મેચમાં માત્ર 8 બોલમાં 27 રન બનાવ્યા હતા. IPL 2025 પહેલા દિલ્હી કેપિટલ્સની ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં પોતાની બેટિંગ કૌશલ્યનો પરચો બતાવ્યો હતો. જેમાં તેણએ 29 બોલમાં 54 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે IPL 2025 મેગા ઓક્શનમાં 50 લાખ રૂપિયામાં તેણે ખરીદ્યો હતો. IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ સામેના શાનદાર પ્રદર્શનથી વિપ્રજમાં હેડલાઇન્સમાં આવ્યો હતો. તેણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર 15 બોલમાં 39 રનની શાનદાર ઇનિંગ રમી હતી.