બોલિવુડમાં કેટલાક એવા સ્ટાર છે જેમણે પોતાનું નામ કમાય લીધું છે પરંતુ તેમ છતાં ભારતની નાગરિકતા નથી.

જેકલીન ફર્નાન્ડીઝના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. આ કારણે તેની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. માટે તે ભારતીય ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી.

કેટરીના કૈફની પાસે ભારતની નાગરિકતા નથી કારણ કે, તેનો જન્મ બ્રિટિશ હાંગકાંગમાં થયો છે.

નોરા ફતેહીનો જન્મ અને ઉછેર કેનેડામાં થયો હતો. તેના માતા-પિતા બંન્ને મોરક્કોના છે પરંતુ તેની પાસે કેનેડાની નાગરિકતા છે. 

આલિયાની પાસે ભારતની નાગરિકતા નથી. કારણ કે, તેનો જન્મ ઈંગ્લેન્ડના બર્મિગહામમાં થયો છે. તેની માતાનો જન્મ પણ આજ શહેરમાં થયો છે.