આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઘણા શુભ સંયોગો સાથે આવ્યો છે. રક્ષાબંધનના દિવસે શ્રાવણનો સોમવાર છે અને શ્રાવણ પૂર્ણિમા પણ છે.

આ વખતે રક્ષાબંધન 19 ઓગસ્ટે ઉજવાશે. રક્ષાબંધન પર 7 કલાક 39 મિનિટ સુધી ભદ્રાનો છાયો છે.

વૈદિક પંચાગ અનુસાર, શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિમાં રક્ષાબંધન ઉજવાય છે, તેમાં પણ ખાસ કરીને ભદ્રાનો છાયો ન હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

રાખડી બાંધવા માટે ભદ્રા રહિત શુભ મુહૂર્તનો વિચાર કરવો ખુબ જ શુભ હોય છે. ભદ્રા અશુભ છે તે સમયે તમે જે કામ કરો છો, તેનું શુભ ફળ પ્રાપ્ત થતુ નથી.

આવામાં આજે અમે તમને જણાવીશુ કે રક્ષાબંધનના શુભ સંયોગમાં શું કરવું જોઈએ.

રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેને મળીને ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને દાન કરવું જોઈએ.

માન્યતા છે કે આવું કરવાથી ભાઈ અને બહેન વચ્ચે સંબંધ મજબૂત બને છે.

સાથે જ રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન શ્રીકૃષ્ણને પીળું અથવા લાલ રંગનું રક્ષા સૂત્ર જરૂરથી બાંધવું જોઈએ.

રક્ષાબંધન પર બહેનોએ ભાઈના કાંડા પર રાખડી બાંધતા સમયે ત્રણ ગાંઠ લગાવવી જોઈએ.

આ જાણકારી માત્ર માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને વિભિન્ન માધ્યમો પર આધારિત છે. કોઈ પણ જાણકારીને માનતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂરથી લેવી.

નોટ