નિર્મલા સીતારમણે 7 ખાસ સાડીઓમાં રજૂ કર્યા 7 બજેટ

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વખતે 7મી વખત બજેટ રજૂ કરશે અને દરેક વખતની જેમ તે આ વખતે પણ ખુબ જ સુંદર સાડી પહેરીને પહોંચ્યા છે.

2019- સૌથી પહેલા તેમણે પિંક મંગલાગિરી સિલ્ક સાડીમાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ વખતે તેમની સાડીની ખાસિયત છે ગોલ્ડ બોર્ડર ઝરી.

2020 - પિંક બાદ તે 2020માં પીળા રંગની સિલ્ક સાડીમાં પહોંચ્યા હતા, તે સમયે આખો દેશ કોરોના વાયરસથી પરેશાન હતો.

2021 - આ વર્ષનું બજેટ નાણા મંત્રીએ સફેદ અને લાલ રંગની ઈકત ડિઝાઈનવાળી સાડી પહેરીને રજૂ કર્યું હતું.

2022- તે વર્ષે નિર્મલા સીતારમણ બ્રાઉન, મરૂણ અને ગોલ્ડન બોર્ડરવાળી બોમકાઈ સાડીમાં સંસદ પહોંચ્યા હતા. આ સાડી ઓડિસાના બોમકાઈ ગામમાં તૈયાર થાય છે.

2023 - તે વર્ષે 2023માં પ્રથમવાર તે લાલ અને બ્લેક સાડીમાં સંસદ પહોંચ્યા હતા. આ સાડીમાં ખાસ નવલગુંડા એમ્બ્રોઈડરી હતી.

2024 - આ વર્ષે નાણા મંત્રીએ સુંદર લીલી ટસર સિલ્ક સાડી પહેરી હતી. તેમાં ખાસ કાંથા એમ્બ્રોઈડરી હતી. જે ખાસ પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવે છે.

ત્યાં જ આ વખતે નિર્મલા સીતારમણ ક્રીમ રંગની જાંબલી બોર્ડર અને પાલવવાળી સાડી પહેરી બજેટ રજૂ કર્યું હતું. આ વખતે તેમની સાડીમાં ખાસ પાલવમાં બનેલ કમળના ફુલ હતા.