September 10, 2024

વિનેશ ફોગાટને મળશે ‘ગોલ્ડ મેડલ’, હરિયાણામાં કરાશે ભવ્ય સ્વાગત

Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિક 2024માં ઓવરવેટને કારણે ડિસ્કવોલિફાય થનાર સ્ટાર રેસલર વિનેશ ફોગાટને લઈને હરિયાણામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિનેશ ફોગાટના પરત ફર્યા બાદ ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત તેને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવશે.

વિનેશ ફોગાટને લઈને સર્વ ખાપ દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિનેશ ફોગાટ પરત ફરશે ત્યારે લોકો તેમનું સ્વાગત કરશે. તેમજ વિનેશ ફોગાટને સર્વ ખાપ તરફથી એક કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ પણ આપવામાં આવશે.

ઓવરવેટને કારણે થઈ હતી ડિસ્કવોલિફાય
જણાવી દઈએ કે વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર શરૂઆત કરી હતી. વિનેશ ફોગાટે તેની પહેલી જ મેચમાં 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ગત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર કુસ્તીબાજને હરાવી હતી. ત્યારબાદ, વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં પણ જોરદાર જીત મેળવી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વિનેશ ફોગાટના પ્રદર્શનને જોતા તેને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. જોકે, ફાઈનલના દિવસે ઓવરવેટના કારણે તેમને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યા હતા. વિનેશ 50 કિલોગ્રામ મહિલા કુશ્તી સ્પર્ધામાં ગોલ્ડ જીતશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું. જોકે, 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વિનેશ ફોગાટની અપીલ પર IOC પ્રમુખનું નિવેદન

વિનેશની અપીલ પર આજે થશે નિર્ણય
વિનેશ ફોગાટે પોતાના ડિસ્કવોલિફિકેશનનો વિરોધ કર્યો છે અને સિલ્વર મેડલની માંગ કરી છે. તેમણે CASને અપીલ કરી છે. આ મામલે આજે નિર્ણય આવી શકે છે. CASએ વિનેશને ત્રણ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે. વિનેશ ઈ-મેલ પર જવાબ આપશે. ત્યારબાદ CAS પોતાનો નિર્ણય આપશે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ છે. જો વિનેશને સિલ્વર મેડલ મળે તો ભારત પાસે પેરિસ ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ થઈ જશે.