November 6, 2024

સૂર્યકુમારે રોહિતનો મોટો રેકોર્ડ તોડ્યો, રચી દીધો ઈતિહાસ

Suryakumar Yadav: હૈદરાબાદમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી T20I મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો હતો. થમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને ત્રીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો પરંતુ સંજુ સેમસન અને સુકાની સૂર્યકુમાર યાદવે જવાબદારી સંભાળતા જોવા મળ્યા હતા. પ્ટન સૂર્યકુમાર યાદવે 31 રન પુરા કર્યા હતા અને ઈતિહાસ રચી દીધો હતો.

રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
સૂર્યકુમાર યાદવે T20I ક્રિકેટમાં 2500 રનના આંકડાને પહોંચી ગયો છે. તેણે આ રેકોર્ડમાં રોહિતને પણ પાછળ રાખી દીધો છે. તમને જણાવી દઈએ કે સૂર્યા આ સિદ્ધિ હાંસલ કરનારો બીજો સૌથી ઝડપી ભારતીય ખેલાડી છે. વિશ્વ લેવલે ચોથો બેટ્સમેન બની ગયો છે. સૂર્યાએ માત્ર 71મી ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન પ્રાપ્ત કરી લીધો છે. રોહિતની વાત કરવામાં આવે તો તેણે 2500 રન પૂરા કરવા માટે 92 ઇનિંગ્સ લીધી હતી.

T20Iમાં સૌથી ઝડપી 2500 રન પૂરા કરનાર બેટ્સમેન
બાબર આઝમ- 62
મોહમ્મદ રિઝવાન- 65
વિરાટ કોહલી- 68
સૂર્યકુમાર યાદવ- 71

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 

ભારતની પ્લેઈંગ ઈલેવન: નીતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર,અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મયંક યાદવ.

બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: તન્જીદ હસન, તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, મહેદી હસન, તસ્કીન અહેમદ, રિશાદ હુસૈન, પરવેઝ હુસૈન ઈમોન, લિટન દાસ (વિકેટકીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મુસ્તફિઝુર રહેમાન, તનજીમ હસન સાકિબ.