September 10, 2024

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘતાંડવ, કીમ નદીમાં પૂર જેવી સ્થિતિ

સુરતઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી ગાંડીતુર બની છે. કીમ-કઠોદરા ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

માર્ગ નજીકની સોસાયટીઓમાં કીમ નદીના પાણી ભરાયા છે. ગત રાત્રે કીમ નદીના જળસ્તર વધતા લોકો ભયમાં મૂકાયા હતા. વરસાદે વિરામ લેતા કીમ નદીના પાણીમાં ઘટાડો થતા હાશકારો લીધો છે. તંત્ર અને સ્થાનિકોએ હાશકારો લીધો છે.

આ પણ વાંચોઃ 22 કલાકમાં 197 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6 ઇંચ

સુરત -ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં પૂર આવ્યા છે. ઓલપાડ તાલુકાના કઠોદરા ગામ બેટમાં ફેરવાયું છે. કઠોદરા ગામની સીમમાં શિવ સાંઈ સોસાયટી બેટમાં ફેરવાયું છે. રાતથી શિવ સાંઈ સોસાયટીમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. સોસાયટીમાં જવાના રસ્તા બંધ થતા રહીશો ચિંતામાં મુકાયા છે. સ્થાનિક તંત્ર મદદ માટે પહોંચી તેવી સ્થાનિકોએ માગ કરી છે.