રોરો ફેરીમાં ઓવરલોડ ટ્રકનો ગોરખધંધો, કોલસાની હેરાફેરી થતી હોવાની ફરિયાદ

સુરતઃ રો-રો ફેરીમાં ઓવરલોડ ટ્રક હેરફેરીનો ગોરખધંધો સામે આવ્યો છે. હજીરા રોરો ફેરીમાં દારૂનો જથ્થો ઝડપાયા બાદ ઝિપ્સમ અને કોલસાની હેરાફેરી થતી હોવાની ફરિયાદ પણ મળી આવી છે.
સુરત ટ્રક એસોસિએશન દ્વારા આરટીઓ અધિકારીને આવેદન આપ્યું છે. ઓવરલોડ ટ્રક રોરો ફેરીમાં ન જાય તે માટે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. ઓવરલોડ ટ્રક ભરવાથી મધદરિયે દુર્ઘટના બને તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.
એક ફેરીમાં ઝિપ્સમ, રોક, કોલસાની 50થી 60 ઓવરલોડ ટ્રક લઈ જતાં હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત RTOના આંખ આડા કાન કરતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રોરો ફેરીમાં લોડ કરતી ટ્રકના વજન માટે ક્રોસ વેરિફિકેશન જેવી કોઈ સિસ્ટમ જ નથી. તેને કારણે બેફામ અને બેરોકટોક રીતે સમગ્ર કામગીરી થતી જોવા મળે છે.